Western Times News

Gujarati News

સિમધરા પાસે કૂતરાને બચાવવા જતા બાઈક સવારોને અકસ્માત થતા એકનું મોત

ઝઘડિયાની વિલિયમ ટેકરી પર રહેતા દિપક અને રાકેશ ઝઘડિયાથી રાજપારડી જતા હતા ત્યારે સિમધરા પાસે કૂતરું આવી જતા બંને બાઈક સાથે પડ્યા હતા.

ભરૂચ: અકસ્માત બાદ તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, વધુ સારવાર અર્થે બંનેને સુરત ખાનગી હોસ્પિટલ માં ખસેડાતા રાકેશનું બે દિવસની સારવાર બાદ મોત થયું છે.

ઝઘડિયાની વિલિયમ ટેકરી પર રહેતા દિપક અને રાકેશ ગત ઝઘડિયાથી રાજપારડી દીપકની બાઈક લઇ જવા નીકળ્યા હતા.સિમધરા પાસે કૂતરાને બચાવવા જતા બંને બાઈક સાથે ઉછરીને પડ્યા હતા. અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા અને વધુ સારવાર અર્થે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા રાકેશનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઝઘડિયાની વિલિયમ ટેકરી ખાતે રહેતા ભલાભાઈ ધુરાભાઈ વસાવા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો દીકરો રાકેશ પણ ડ્રાઇવિંગ કરે છે. ગત ૮.૧૨.૧૯ના રોજ સાંજે તેમના ફળિયામાં રહેતા દિપક મૌર્ય તેની બાઈક લઇ રાકેશ સાથે રાજપારડી જવા નીકળ્યા હતા. સિમધરા પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે અચાનક કૂતરું તેની બાઈક સાથે ભટકાયું હતુંજેથી દિપક, રાકેશ બાઈક સાથે ઉછરીને પડ્યા હતા. અકસ્માતમાં બંનેને માથાના, છાતીના, પગમાં ગંભીર ઈજાઓ થઇ હતી જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. સિવિલ હોસ્પિટલમાંથી બંનેને વધુ સારવાર અર્થે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બે દિવસની સારવાર બાદ રાકેશ ભલાભાઈ વસાવાનું ગતરોજ મોડી સાંજે મોત થયું હતું. દિપક મૌર્યની હાલત નાજુક હોઈ તે સારવાર હેઠળ છે. અકસ્માતની ફરિયાદ ભલાભાઈ ધુળાભાઈ વસાવાએ બાઈક ચાલક દિપક કિરણભાઈ મૌર્ય વિરૃદ્ધ બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ રાજપારડી પોલીસ મથકમાં નોંધાવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.