Western Times News

Gujarati News

મેટા કંપનીના કનેક્ટ કાર્યક્રમ માટે ગુજરાતના ૩ વિદ્યાર્થીની પસંદગી

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપસ માટે મહત્વની ભૂમિકા ભજવી રહેલી GUSECના ૪ સ્ટાર્ટઅપને મેટા કંપનીના કનેક્ટ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. માર્ક ઝકરબર્ગની મેટા કંપનીના કનેક્ટ કાર્યક્રમ માટે પસંદગી થવી તે કોઈ સિદ્ધિ મેળવવાથી કમ નથી.

વર્ચ્યુઅલ રિયાલિટી પર તૈયાર થયેલા ચાર સ્ટાર્ટઅપની કનેક્ટ કાર્યક્રમ માટે મેટા દ્વારા પસંદગી કરવામાં આવી છે. આગામી ૨૭ સપ્ટેમ્બર અને ૨૮ સપ્ટેમ્બરે કેલિફોર્નિયા મેટાનો કનેક્ટ કાર્યક્રમ યોજાશે.

જેમાં આ ચાર સ્ટાર્ટઅપને સ્થાન મળ્યું છે. મેટાના કનેક્ટ કાર્યક્રમ માટે GUSEC ના સ્ટાર્ટઅપ પ્લુટોનમ ટેક્નોલોજીસના કેયુર ભલાવત જાજલ, મેડિકલ સ્ટાર્ટઅપના અર્પણ સલૂજા, રેપરોસાય બાયોસાયનસિસ સ્ટાર્ટઅપના ગોપીનાથ વર્ધરાજન અન્સ સિમ્યોટમી સ્ટાર્ટઅપના દેવર્ષિ શાહની પસંદગી થઈ છે. આ ચારેય સ્ટાર્ટઅપ વર્ચ્યુઅલ રિયાલિટી પર કામ કરે છે જેમાંથી ૩ સ્ટાર્ટઅપ ગુજરાતના છે જ્યારે એક સ્ટાર્ટઅપ બેંગલોરનું છે.

આ બધાજ સ્ટાર્ટઅપ કેલિફોર્નિયા જશે અને મેટા કપનીના હેડ ક્વાર્ટરની મુલાકાત પણ લેશે. GUSEC અને મેટા દ્વારા ઠઇ સ્ટાર્ટઅપ ચલાવવામાં આવી રહ્યું છે. ઠઇ માં વર્ચ્યુઅલી રિયાલિટીના આધારે સ્ટાર્ટઅપને સ્થાન આપવામાં આવે છે. કેલિફોર્નિયામાં છે, વર્ચ્યુલ,MIXED ANE AUGMENTED રિયાલિટી પર બે દિવસની ઇવેન્ટ છે જે ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરે યોજાશે. આ ઇવેન્ટમાં માર્ક ઝકરબર્ગ મેટા કવેસ્ટ ૩નું અનાવરણ કરશે. જેને લઈને GUSEC ના ૪ સ્ટાર્ટઅપ આ ઇવેન્ટ ભાગ લેશે.

મહત્વનું છે કે, ઠઇ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ દ્વારા GUSEC એ કુલ ૨.૮ કરોડની ગ્રાન્ટ સ્પોર્ટ સાથે ૧૪ સ્ટાર્ટઅપને સમર્થન આપ્યું છે. સ્ટાર્ટઅપને વન ઓન વન મેન્ટરશિપ, ઉદ્યોગ અને રોકાણકારોને જાેડાણો, બિઝનેસ અને ટેકનોલોજી પરના વિવિધ સત્રો અને IPR સ્પોર્ટ જેવા લાભ મળ્યા છે.

સ્ટાર્ટઅપને ગયા મહિને બેંગ્લોરમાં  G 20 DIA ઇવેન્ટ અને નવી દિલ્હીમાં ઠઇ સ્ટાર્ટઅપ સમિટમાં પણ એક્સપોઝર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં આ ચાર સ્ટાર્ટઅપની મેટાના કાર્યક્રમ માટે પસંદગી થઈ છે ત્યારે હજુ પણ વધુ સ્ટાર્ટઅપને આ પ્રકારનું એક્સપોઝર મળે તેવા પ્રયાસ ય્ેંજીઈઝ્ર કરી રહ્યું છે.SSS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.