Western Times News

Gujarati News

સેંબલપાણી લોકનિકેતન આશ્રમશાળામાં બાળકો  માટે શિક્ષણ સાથે એડવેન્ચરની તાલીમનું આયોજન

વિધાર્થી અવસ્થા્માં જ બાળકોમાં સાહસ, આત્મ વિશ્વાસ અને નિર્ણયશક્તિના ગુણો કેળવવા આવી તાલીમ બહુ જરૂરી.     વિધાર્થી અવસ્થાવમાં જ બાળકોમાં સાહસ, આત્મ્વિશ્વાસ અને નિર્ણયશક્તિના ગુણો કેળવવામાં આવે તો જીવનમાં આવતા ચઢાવ-ઉતારના સમયે તે માણસ સ્થિ‍ર રહી સાચો નિર્ણય લઇ મુશ્કેવલીમાંથી રસ્તોો કાઢીને આસાનીથી બહાર આવી શકે છે. તેમજ આત્માવિશ્વાસની તાકાતથી જીવનમાં સરસ પ્રગતિ પણ કરી શકે છે. શિક્ષણની સાથે આવી પ્રવૃતિઓ પણ બહુ જરૂરી હોય છે. શાળા અને કોલેજ કક્ષાએ વિધાર્થીઓમાં સાહસના ગુણો કેળવવા માટે વિવિધ વ્યઓવસ્થાી હોય જ છે. આજે આપણે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાગના ડુંગરાળ અને ટ્રાયબલ વિસ્તા્રમાં આવેલ એક શાળામાં યોજાતા એડવેન્ચછર કોર્ષ વિશે.

દાંતા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીથી આઠ કિ. મી. ના અંતરે આવેલ સેંબલપાણી લોકનિકેતન આશ્રમ શાળામાં ધોરણ-૧ થી ૮ ના બાળકો માટે એડવેન્ચર વીથ સેવા દળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યારે શિયાળાની સરસ જમાવટ થઇ ચુકી છે. કુદરતી વાતાવરણમાં બાળકોમાં સાહસ અને સેવાના ગુણો કેળવાય તે માટે લોકનિકેતન સંસ્થા દ્વારા એડવેન્ચર વીથ સેવા દળની ૧૦ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિનયમંદિર રતનપુર, ઢુવા, વિરમપુર, લવાણા, પાલડી, ચિત્રાસણી-ધોળી ભાંખરી સ્કુલના ૧૫-૧૫ વિધાર્થીઓ આમ કુલ-૯૦ વિધાર્થીઓ ઉત્સાવહપૂર્વક તાલીમ લઇ રહ્યા છે. એડવેન્ચર તાલીમના ઇન્ચાર્જશ્રી શિવુસિંહ રાઠોડે જણાવ્યું કે, અમારી લોકનિકેતન રતનપુર સંસ્થાના સંચાલકશ્રી કિરણભાઇ ચાવડાની સુચના અને માર્ગદર્શનથી છેલ્લા પાંચ વર્ષથી લોકનિકેતન નેચર ડીસ્કવરી સેન્ટર (એલએનડીસી) દ્વારા એડવેન્ચેર વીથ સેવા દળ તાલીમનું આયોજન કરવામાં આવે છે.જેમાં જીપ લાઇન, નેટ ક્લાઇબીંગ, બ્રહ્મા બ્રીજ- નદી ક્રોસ કરવા માટેની તાલીમ, ટાઇગર લીફ્ટ- આગ અકસ્માતના બનાવો સમયે રાહત અને બચાવની તાલીમ વગેરેનો સમાવેશ થાય છે. સાહસથી ભરપૂર આ તાલીમમાં જોડાયેલા બાળકોને જોઇને આનંદ સાથે આશ્વર્ય પણ થાય કે, નાના બાળકોમાં ઘણા ગુણો પડેલા છે. વાલીઓએ પોતાના બાળકોને શિક્ષણ સાથે શક્તિશાળી બનાવવા આવી તાલીમમાં રસપૂર્વક જોડવા જોઇએ. આ તાલીમના કોચ સુશ્રી અમ્રીતાબેન જેઓ કલકત્તાથી આવેલા છે, તેઓ બાળકોને બહુ સરસ તાલીમ આપી રહ્યાં છે. અન્ય કોચશ્રી પ્રેમજીભાઇ પટેલ, શ્રી હિતેષભાઇ ગઢવી અને શ્રી અનિલભાઇ બાળકોને તાલીમ આપી તેઓનો ઉત્સાહ વધારી સરસ ઘડતર કરી રહ્યાં છે.

પ્રકૃતિના પાલવ સમાન ડુંગરાળ વિસ્તારમાં યોજાયેલ આ તાલીમમાં ઘણીબધી રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તાલીમ દરમ્યાન બાળકોએ ટેન્ટમાં જ રહેવાનું હોય છે. આવા સંભારણા જીવનભર યાદગાર બની રહે છે. આવી તાલીમથી રાષ્ટ્રમપ્રેમના ગુણો પણ બહુ સારી રીતે વિકસે છે. વિધાર્થીઓમાં શિસ્ત, સમયપાલન, નિયમિતતા તથા બંધુત્વ ભાવનાના ગુણો આપોઆપ ખીલી ઉઠે છે. દરરોજ સવારે પરેડ અને ધ્વજવંદન કરીને તાલીમની શરૂઆત કરવામાં આવે છે.

સેંબલપાણી આશ્રમશાળા રાજય સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના નિયંત્રણ હેઠળ ઇ. સ. ૧૯૮૦થી શરૂ કરવામાં આવી છે. આજે આ આશ્રમ શાળામાં ૨૧૪ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઇ.સ.૧૯૮૬થી આ શાળામાં આચાર્ય તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી રઘજીભાઇ ચાવડા હાલ નિવૃત્ત થયા પછી આ આશ્રમશાળાના સંચાલક તરીકેની જવાબદારી ખુબ સારી રીતે નિભાવી રહ્યાં છે. શાળામાં એન્ટર થતાં જ સુંદર સ્વચ્છતા, ઘટાદાર વૃક્ષો, વિધાર્થીઓ માટે છાત્રાલય, ભોજન, નાસ્તાની વ્યવસ્થા અને શિક્ષણની વ્યવસ્થા તો ખરી જ. આ શાળામાં આવતા બાળકોને નાનપણથી વ્યસનમુક્તિ અંગેના પાઠ પણ શિખવવામાં આવે છે.નોંધનીય છે કે લોક નિકેતન, રતનપુર સંસ્થાના સંસ્થાપક આદરણીય શ્રી હરીસિંહ ચાવડા અને તેમના ધર્મપત્ની શ્રીમતી પુષ્પા બેન ચાવડાએ બનાસકાંઠા જિલ્લામાં ઘણા સ્થાળોએ લોકનિકેતન આશ્રમ શાળાઓ શરૂ કરીને શિક્ષણની સુવાસ ફેલાવવાનું કામ કર્યુ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.