ગણેશ મહોત્સવમાં ખેતી બેંકના કર્મચારીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા અમદાવાદ ખેતી બેંક દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં સહભાગી થયા
ભગવાન શ્રી ગણેશના દર્શન કરી, આરતી ઉતારી મંત્રીશ્રીએ ધન્યતા અનુભવી
અમદાવાદ ખેતી બેંક ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા સહભાગી થયા હતા. પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ભગવાન શ્રી ગણેશના દર્શન કરી, આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ખેતી બેંકના કર્મચારીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ તમામ કર્મચારીઓને આ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ભગવાન શ્રી ગણેશના દર્શન અને આરતીનો લાભ મેળવીને મંત્રીશ્રીએ આનંદની લાગણી અનુભવી હતી.
આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, ખેતી બેંકના ડિરેક્ટર શ્રી જીવણભાઈ આહીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના વાઇસ ચેરમેન શ્રી મનુભાઈ ખૂટી તથા અમદાવાદ ખેતી બેંકનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.