Western Times News

Gujarati News

ટાટા પ્રોજેક્ટ્સ સાણંદમાં માઈક્રોન માટે એડવાન્સ સેમિકન્ડક્ટર ફેસિલિટી સ્થાપશે

ટાટા પ્રોજેક્ટ્સે ગુજરાતના સાણંદ ખાતે એડવાન્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટનું નિર્માણ કરવા માઈક્રોન ટેકનોલોજી સાથે જોડાણ કરવાની જાહેરાત કરી

દેશની અગ્રણી ભારતીય ઈપીસી કંપની ટાટા પ્રોજેક્ટ્સે ગુજરાતના સાણંદ ખાતે એડવાન્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટનું નિર્માણ કરવા માઈક્રોન ટેકનોલોજી સાથે જોડાણ કરવાની જાહેરાત કરી છે. ટાટા પ્રોજેક્ટ્સને આપવામાં આવેલ આ કોન્ટ્રાક્ટ ભારતીય મેન્યુફેક્ચરિંગ લેન્ડસ્કેપમાં મોટાપાયે ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં કંપનીની કુશળતાને વધુ મજબૂત બનાવે છે.

સાણંદના ચરોડી ખાતે સ્થિત જીઆઈડીસી (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)માં આ પ્રોજેક્ટ 93 એકર જમીનમાં ફેલાયેલો છે. ઈન્ડિયન સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ આ પ્રોજેક્ટ સૌથી મોટા રોકાણ સાથે ટાટા માટે મહત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. પ્રથમ તબક્કાના બાંધકામમાં 500,000 ચોરસ ફૂટ ક્લીનરૂમ જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે, જે 2024ના અંત સુધીમાં કાર્યરત બનશે.

આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ DRAM અને NAND એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીની ડિઝાઇન અને બાંધકામને આધારિત છે. ટાટા પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય 4D BIM અને હાઇબ્રિડ મોડ્યુલર એક્સિલરેટેડ કન્સ્ટ્રક્શન દ્વારા એકીકૃત EPC ડિલિવરીનો સમાવેશ કરતી આધુનિક બાંધકામ પદ્ધતિઓ અને તકનીકોનો ઉપયોગ કરવાનો છે. જે એન્જીનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને બાંધકામના પાસાઓને આવરી લેતાં અંદાજિત ડિલિવરી સક્ષમ કરતુ પ્લેટફોર્મ છે, જેનાથી જોખમો ઘટશે.

સાણંદ ફેક્ટરીને ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલના LEED ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સ અનુસાર ડિઝાઇન કરવામાં આવશે અને તે એડવાન્સ વોટર સેવિંગ ટેક્નોલોજીસનું અનુસરણ કરશે, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમને સક્ષમ બનાવી ટકાઉ બાંધકામ પ્રક્રિયાઓ પ્રત્યે ટાટા પ્રોજેક્ટની પ્રતિબદ્ધતા દર્શાવશે.

આ મહત્વપૂર્ણ જોડાણ અંગે ટાટા પ્રોજેક્ટ્સના એમડી અને સીઈઓ શ્રી વિનાયક પાઈએ જણાવ્યું હતું કે, “અમે માઇક્રોન ટેક્નોલોજી સાથે આ મહત્વપૂર્ણ સફર શરૂ કરવા બદલ ઉત્સુક છીએ. જે ઈનોવેટિવ મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સમાં ઇન્ડસ્ટ્રી લીડર છે.

આ સહયોગ ટાટા પ્રોજેક્ટ ટેક્નોલોજીને આગળ વધારવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલમાં નોંધપાત્ર યોગદાન આપવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ રજૂ કરે છે. આ ક્લાસિક વેન્ચર મારફત અમે માત્ર અત્યાધુનિક સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટનું નિર્માણ જ નહિં પરંતુ, ભારતની તકનીકી કુશળતાનો વૈશ્વિક સ્તરે પાયો ઘડીશું.”

માઈક્રોનના ગ્લોબલ એસેમ્બલી અને ટેસ્ટ ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુરશરણ સિંઘે જણાવ્યું હતું. “અમે અમદાવાદની સાણંદ GIDC ખાતે માઈક્રોનની નવી એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી પર ગ્રાઉન્ડ બ્રેક કામગીરી કરવા અને ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં બહોળા પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે ઉત્સાહિત છીએ.

માઈક્રોને ટાટાના હાઈ ક્વોલિટી પ્રોજેક્ટ્સ સમયસર, અને બજેટમાં પૂરા કરવાના મજબૂત ટ્રેક રેકોર્ડના આધારે નવી ફેસિલિટીના નિર્માણ માટે ટાટા પ્રોજેક્ટ્સની પસંદગી કરી છે. જે સૌથી વધુ સુરક્ષા અને ધારા-ધોરણોના માપદંડનું અનુસરણ કરે છે.’’

માઈક્રોન ટેક્નોલોજી સાથેની આ પાર્ટનરશિપે ટાટા પ્રોજેક્ટ્સની સફળતાના માર્ગમાં વધુ એક નોંધનીય માઈલસ્ટોન ઉમેરાયો છે. જે દેશની પ્રગતિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ પરિવર્તનકારી પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે કંપનીની અસાધારણ ક્ષમતાઓની ખાતરી આપે છે. માઈક્રોન સાથે મળી ટાટા ભવિષ્યને આકાર અને તેની શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાની પંરપરાને આગળ જારી રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.