Western Times News

Gujarati News

૨૬ ડિસેમ્બરે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, ભારતમાં ૩ કલાક સુધી દેખાશે

નવીદિલ્હી, ભારતમાં ૨૬ ડિસેમ્બર માગશર વદ અમાસના દિવસે વર્ષનું ત્રીજુ અને છેલ્લું સૂર્યગ્રહણ જાવા મળશે આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી સંપૂર્ણપણે પાળવામાં આવશે. આ સૂર્યગ્રહણમાં સૂર્ય લાલ રંગની રિંગના આકારનો દેખાવાનો હોવાથી તેને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવાશે. જ્યોતિષી ચેતન પુરોહિતના જણાવ્યા આનુસાર આ વર્ષનું છેલ્લું ગ્રહણ છે. આ સૂર્યગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ પાડવાનું હોવાથી દેશના મુખ્ય મંદિરો, પૂજાસ્થળ વગેરેના ગ્રહણ કાળ દરમિયાન દ્વાર બંધ રહેશે. ગ્રહણ કાળ પૂરો થયા બાદ શુદ્ધિ બાદ ભક્તો માટે ભગવાનના દ્વાર દર્શન માટે ખોલવામાં આવશે.ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ દરમિયાન શુભ માંગલિક કાર્યો થતા નથી, પરંતુ મંત્ર જાપ કે ઈશ્વરનું નામ સ્મરણ અચૂક થાય છે. ગ્રહણ સમયે કરેલા જાપ અન્ય સમય કરતા અનેક ઘણું ફળ પ્રદાન કરે છે.

સૂર્યગ્રહણ ધન રાશિ અને મૂળ નક્ષત્રના ત્રીજા ચરણમાં થવાનું હોવાથી ભારત માટે અશુભ નથી. ધન રાશિમાં થનારા આ સૂર્યગ્રહણ અન્ય રાશિઓ માટે શુભાશુભ અસર કરી શકે છે, જેમ કે ધન રાશિ અને મિથુન રાશિને ૩૦ દિવસ સુધી નાની મોટી ચિંતા, રૂકાવટ અને બેચેની આપી શકે, કન્યા અને મીન રાશિ માટે આ સૂર્યગ્રહણ વેપાર-ધંધા અને જમીન-મકાન પ્રોપર્ટીના કાર્યમાં સફળતા અપાવી શકે ,આ સિવાયની અન્ય રાશિઓ માટે આ સૂર્યગ્રહણ સમ એટલે જે ઓછી અસર વાળુ ગણી શકાય. ગ્રહણ સમયે ગાયત્રી મંત્ર જાપ, ઓમ નમઃ શિવાય મંત્ર જાપ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, મંત્ર જાપ તથા પોતાના ઇષ્ટ દેવી-દેવતા ના મંત્ર જાપ કરવાથી અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે. ગ્રહણ સમયે ઘરમાં સંગ્રહ કરેલા અનાજ તેમ જ પ્રવાહી ચીજોમાં ધર્મ તેમજ તુલસી મૂકવાથી પ્રેમી અશુભ અસર નિવારી શકાય છે.

જો સૂર્ય ગ્રહણનો સમય અમદાવાદમાં ૮ કલાક છ મિનિટ અને ૧૨ સેકન્ડે શરૂ થશે, તેનો મધ્ય સમય ૯ કલાક ૨૧ મિનિટ અને ૫૮ સેકન્ડ હશે અને તેનો પૂર્ણ થવાનો સમય ૧૦.૫૨ મિનિટ અને ૮ સેકન્ડ હશે. ૪ ચંદ્ર ગ્રહણ-૨ સૂર્ય ગ્રહણ દેખાશે ચંદ્રગ્રહણ – પ્રથમ ૧૦ જાન્યુઆરી, બીજું ૫ જૂન, ત્રીજું ૫ જુલાઈ, ૩૦ નવેમ્બરે થશે. સૂર્ય ગ્રહણ – પ્રથમ ૨૧ જૂન, બીજુ ૧૪ ડિસેમ્બર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.