Western Times News

Gujarati News

સરકાર ખાલિસ્તાનીઓ-ગેંગસ્ટર્સ સામે કાર્યવાહીના મૂડમાં

દિલ્હીમાં ૫-૬ ઓક્ટોબરે દેશની તમામ સુરક્ષા એજન્સીની બેઠક

(એજન્સી)નવી દિલ્હી, ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન હાલમાં જ એનઆઈએદ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ૧૯ ખાલિસ્તાની આંતકવાદીની યાદી જાહેર કરી ઉપરાંત ખાલિસ્તાનની આંતકવાદી પન્નુની પંજાબ અને ચંડીગઢ સ્થિત મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

હવે સરકાર વધુ એક કડક એક્શન લેવાના મુડમાં જાેવા મળી રહી છે. પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓને અંકુશમાં લેવા માટે દેશની તમામ સુરક્ષા એજન્સીઓ એક થઈ ગઈ છે. આ અંતર્ગત એનઆઈએએ ખાલિસ્તાની ગતિવિધિઓ, આતંકવાદી ગતિવિધિઓ, ટેરર ફંડિંગ અને ગેંગસ્ટરોને નષ્ટ કરવા માટે દિલ્હીમાં આગામી ૫-૬ ઓક્ટોબરે એક મોટી બેઠક બોલાવી છે.

એનઆઈએએ ચીફ, આઈબીચીફ, રોચીફ અને રાજ્યોના એટીએસના પ્રમુખો આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા ખાલિસ્તાની આતંકવાદની કમર તોડવાનો છે. આ બેઠકમાં વિદેશથી ખાલિસ્તાની-આતંકવાદી અને ગેંગસ્ટરની સાંઠગાંઠ સામે કાર્યવાહી કરવા માટે મજબૂત રણનીતિ બનાવવામાં આવશે.

બેઠકમાં પંજાબ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં ખાલિસ્તાની આંતકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.