Western Times News

Gujarati News

સોનુ ડાંગર સહિત ચાર દારુની મફેહિલ કરતા ઝડપાયા

અમદાવાદ : અમદાવાદની ઓઢવ પોલીસે બાતમીના આધારે માહી હોટેલમાં દરોડા પાડી રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સહિત ચાર લોકોની ધરપકડ  કરી લીધી છે. પોલીસના માહિતી મળી હતી કે કેટલા લોકો હોટેલમાં બેસી દારુની મહેફિલ કરી રહ્યા છે જેથી પોલીસે દરોડા પાડ્યુ ત્યારે ત્યાં સોનુ ડાંગરની સાથે અન્ય ગૌતમ પુનાની,શિવરાજ વિંછિયા અને હરપાલ સિંહ સરવૈયા મળી આવ્યો હતો.

પોલીસે તમામ લોકોને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પહોચી હતી કારણ કે ચારમાંથી બે આરોપીઓ અમરેલીના હથિયારના ગુનામાં પણ વોન્ટેડ છે,જેથી પોલીસે તપાસ શરુ કરી છે કે આ લોકો અમદાવાદમાં કેમ આવ્યા હતા? અને અમદાવાદ આવવા પાછળ કોઈ રહસ્ય છે કે કેમ? મળતી માહિતી પ્રમાણે સોનુ ડાંગરનુ નામ સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી કારણ કે સોનુ ડાંગર સામે અગાઉ અનેક ગુનાઓ દાખલ થયેલા છે અને પોલીસે ધરપકડ પણ કરી ચુકી છે

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.