Western Times News

Gujarati News

આસામમાં નાગરિક બિલનો પ્રચંડ વિરોધઃ બંધના પગલે જનજીવન પર અસર

નવી દિલ્હી, નાગરિકતા સંશોધન બિલને લઈને ઉત્તર પૂર્વના રાજ્યોમાં કોઈ સમસ્યા નહી હોવાનુ ગૃહ મંત્રી અમિત શાહે ગઈકાલે સંસદમાં ચર્ચા દરમિયાન કહ્યુ હતુ, પણ આ બિલના વિરોધની આસામમાં ભારે અસર જોવા મળી રહી છે. બિલના વિરોધમાં આજે આસામ બંધના એલાનના કારણે જન જીવન પ્રભાવિત થયુ છે.આસામના બે વિદ્યાર્થી સંગઠનોએ ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન અને નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ યુનિયન દ્વારા આજે ગૌહાટી બંધનુ એલાન આપ્યુ હતુ.જેના પગલે સ્કૂલો, દુકાનો, કોલેજો બંધ જોવા મળી હતી.યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.

દરમિયાન દિબ્રુગઢ અને જોરહટ શહેરમાં પણ વિદ્યાર્થીઓએ બિલનો વિરોધ કર્યો હતો.આ દરમિયાન આગચંપીની ઘઠનાઓ પણ બની હતી. એક સરકારી બસ પર પથ્થરમારો કરાયો હતો. પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે વિધાનસભા ભવન પાસે અથડામણ પણ થઈ હતી. બંધની અસર ટ્રેન સેવાઓ પર પણ થઈ છે. પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેક પર ઉતરીને ટ્રેનો રોકી હતી

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.