Western Times News

Gujarati News

એક્સિસ બેંકની 5000મી બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રીએ અમદાવાદમાં

એક્સિસ બેંકે શહેરમાં તેના ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણી કરી કે જ્યાં વર્ષ 1994માં તેની પ્રથમ બ્રાન્ચ સ્થાપિત કરાઇ હતી

અમદાવાદ, ભારતમાં ખાનગીક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે ગુજરાતના અમદાવાદમાં તેની 5000મી બ્રાન્ચના ઉદ્ઘાટન સાથે ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે.

આ બ્રાન્ચનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે એક્સિસ બેંકના એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરી તથા એક્સિસ બેંકના ગ્રૂપ એક્ઝિક્યુટિવ અને વડા – બ્રાન્ચ બેંકિંગ, રિટેઇલ લાયાબિલિટી એન્ડ પ્રોડક્ટ્સ, રવી નારાયણની ઉપસ્થિતિમાં કર્યું હતું. Gujarat CM Bhupendra Patel inaugurates Axis Bank’s 5000th branch in Ahmedabad.

ગ્રાહકોના વૈવિધ્યસભર સેગમેન્ટ માટે બેંકિંગ સોલ્યુશન્સ સુલભ બનાવવાની દિશામાં પોતાની કટીબદ્ધતાને મજબૂત કરતાં એક્સિસ બેંકે આજે દેશના બીજા પ્રદેશોમાં વધુ 100 નવી બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું છે.

અમદાવાદમાં એક્સિસ બેંકની 5000મી બ્રાન્ચનું ઉદ્ઘાટન ખૂબજ મહત્વ ધરાવે છે કારણકે બેંકે 29 વર્ષ પહેલાં વર્ષ 1994માં શહેરમાં બેંકની પ્રથમ બ્રાન્ચનો પ્રારંભ કરાયો હતો, જે તે સમયે યુટીઆઇ બેંક તરીકે ઓળખાતી હતી. તે પ્રથમ બ્રાન્ચનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘે કર્યું હતું.

આ ઉદ્ઘાટન પ્રસંગે એક્સિસ બેંકના એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે, “એક્સિસ બેંક માટે આ સીમાચિહ્ન વિશેષ મહત્વ ધરાવે છે. અમદાવાદમાં પ્રથમ બ્રાન્ચથી શરૂ કરીને 5000મી બ્રાન્ચ સાથે અમે વૃદ્ધિ અને પ્રગતિનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કર્યું છે.

આ વર્ષોમાં અમે માત્ર મેટ્રો અને શહેરી વિસ્તારોમાં જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારો, પહાડી પ્રદેશો, સરહદોની પાસે તથા કેટલાંક દુર્ગમ વિસ્તારોમાં હજારો બ્રાન્ચ શરૂ કરી છે, જેથી અમે એવાં ભારત તરફ આગળ વધ્યાં છીએ કે જેમને અમે સેવા પૂરી પાડવા માગીએ છીએ. દરેક નવી બ્રાન્ચ આર્થિક વૃદ્ધિ, નાણાકીય સમાવેશીકરણ અને સમુદાયોના સશક્તિકરણ, અસંખ્ય ભારતીયોના જીવનને સ્પર્શીને પરિવર્તન લાવવાના અમારા વિઝનની દિશામાં એક કદમ છે.”

ગુજરાતમાં એક્સિસ બેંક તેની 389 બ્રાન્ચ દ્વારા ગ્રાહકોના વૈવિધ્યસભર સેગમેન્ટને કસ્ટમાઇઝ્ડ બેંકિંગ સોલ્યુશન્સ ઓફર કરી રહી છે, જેમાંથી 147 બ્રાન્ચ મેટ્રો, 60 શહેરી વિસ્તારો, 106 અર્ધ-શહેરી વિસ્તારો, 18 ગ્રામ્ય વિસ્તારો અને 58 બેંક વગરના ગ્રામ્ય વિસ્તારોમાં છે. બેંક વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યમાં 30 વધુ બ્રાન્ચ અને 60થી વધુ નવા એટીએમનો ઉમેરો કરીને તેનું બ્રાન્ચ નેટવર્ક વિસ્તારવાની યોજના ધરાવે છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ ગુજરાતના લોકોને માટે સુલભતા અને સગવડતા વધારવાની એક્સિસ બેંકની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

એક્સિસ બેંક સરકારી અધિકારીઓના 1.2 લાખથી વધુ બચત ખાતાઓ ધરાવે છે તથા ગુજરાત પોલીસ અને સરકારી શિક્ષકો સાથે લાંબા સમયથી જોડાણ ધરાવે છે. બેંકે નાણાકીય સાક્ષરતા શિબિરો અને પોલીસ લોન મેળાઓ જેવી વિવિધ પહેલો પર ગુજરાત પોલીસ સાથે ભાગીદારી કરી છે.

ગુજરાત પોલીસ સાથે મળીને, બેંકે તાજેતરમાં #InnChoroSeSawadhaan, સાયબર જાગરૂકતા અને છેતરપિંડી સુરક્ષા પર એક ડિજિટલ ઝુંબેશ શરૂ કરી છે, જે લોકોમાં જાગરૂકતા લાવવા માટે છેતરપિંડી કરનારાઓ દ્વારા લોકોને તેમની મહેનતની કમાણીથી છેતરવા માટે અપનાવવામાં આવતી નવીનતમ મોડસ ઓપરેન્ડી અંગે જાગૃતિ લાવવા માટે છે.

વધુમાં, બેંકે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોના વિશાળ આધારને નાણાકીય સહયોગ પ્રદાન કરવા માટે ગુજરાતમાં 1040થી વધુ ગ્રામ્ય સ્તરના ઉદ્યોગ સાહસિકોને સશક્ત કર્યાં છે. બેંકે નાણાકીય વર્ષ 2024 થી 2027 સુધી વિવિધ સીએસઆર પહેલો દ્વારા 28,520 ગ્રામીણ પરીવારોને સહાય કરવા માટે રૂ. 37 કરોડ ફાળવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.