અમેરિકી પ્રમુખ બાઈડન જલ્દીથી નવી પોલિસી લાગુ કરી શકે છે
ટેક્સાસ, મેક્સિકો બોર્ડરને અડીને આવેલા અમેરિકાના ટેક્સાસ, એરિઝોના તેમજ કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં હાલના દિવસોમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસતા લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ટાઈટલ ૪૨ એક્સપાયર થયું તે ગાળામાં એક સમયે ઘૂસણખોરીમાં ૭૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
જાેકે, હાલના દિવસોમાં આ ત્રણેય રાજ્યોમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે બોર્ડર ક્રોસ કરતા પકડાયેલા લોકોને રાખવા માટે અહીંના ડિટેન્શન સેન્ટર્સમાં જગ્યા નથી બચી, ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને રાખવા માટે અહીં જગ્યા શોધવી અઘરી પડી રહી છે. ડિટેન્શન સેન્ટર્સ ફુલ હોવાથી સ્થાનિક સરકારો હોટેલોમાં રૂમ્સ બુક કરાવી રહી છે, તેમ છતાંય સ્થિતિ સંભાળવી અઘરી પડી રહી છે.
હાલ તો એવી સ્થિતિ છે કે ઘણા કેસમાં માઈગ્રન્ટ્સને શેરીઓમાં જ છોડી દેવામાં આવી રહ્યા છે. બોર્ડર પેટ્રોલના એજન્ટ્સ ઈમિગ્રન્ટ્સને રાખવાની કોઈ વ્યવસ્થા ના હોવાથી તેમને ચર્ચ, સુપરમાર્કેટ્સ કે પછી ગેસ સ્ટેશનની બહાર પણ છોડી રહ્યા છે, જેના કારણે અમેરિકાના બોર્ડર પર આવેલા શહેરોમાં અંધાધૂંધીભર્યો માહોલ સર્જાયો છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે હાલ મેક્સિકો બોર્ડર પર પ્રવર્તી રહેલી સ્થિતિ પર એક સ્પેશિયલ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે, જેમાં જણાવાયું છે કે એક જ દિવસમાં સરેરાશ આઠથી નવ હજાર લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. ઈન્ડિયા, બ્રાઝિલ, બુર્કીના ફાસો, ઉઝબેકિસ્તાન સહિતના દુનિયાના કેટલાય દેશોના લોકો હાલના દિવસોમાં અમેરિકામાં બોર્ડર ક્રોસ કરીને ઘૂસવાના પ્રયાસ કરી રહ્યા છે. ટેક્સાસ જેવા રાજ્યમાં નવા બોર્ડર બેરિયર્સ મૂકાયા બાદ તેમજ રેઝર વાયરને પણ ધારદાર બનાવ્યા પછીય લોકો જીવનું જાેખમ લઈને અમેરિકામાં ઘૂસી રહ્યા છે.
માત્ર બોર્ડર સ્ટેટ્સ જ નહીં, અમેરિકાના ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં પણ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સના ટોળે-ટોળાં ઉમડી પડ્યા હોવાથી અવસ્વસ્થા સર્જાઈ રહી છે. હાલમાં જ ન્યૂયોર્કમાં એક લાખ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ આવી પહોંચતા શહેરના સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને લોકોને અમેરિકામાં ઘૂસાડવાનો બે નંબરનો ધંધો પણ કરોડો ડોલરનો છે, અને એજન્ટો પણ આ સ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે.
અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, હાલના દિવસોમાં એજન્ટો એવી અફવા ફેલાવી રહ્યા છે કે એકવાર અમેરિકામાં ઘૂસી જનારાને પછી કંઈ નહીં થાય. એજન્ટોની આ જ વાત માનીને લોકો વગર કંઈ લાંબુ વિચારે મોટી રકમ ખર્ચીને અમેરિકા જવા પ્રયાસ કરી રહ્યા છે.
જાેકે, બીજી તરફ હકીકત એ પણ છે કે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં હાલના દિવસોમાં રોજેરોજ લોકો મરી પણ રહ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ બોર્ડર પેટ્રોલના એરિઝોના સ્ટેટના ટસ્કન સેક્ટરના ચીફ જ્હોન મોડલિને ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે અમેરિકા સુધી પહોંચવામાં સફળ ના થઈ શકતા લોકોના મૃતદેહ હવે લગભગ રોજેરોજ મળી આવે છે.
અમેરિકામાં ઘૂસતા ભારતીય સહિતના અનેક દેશોના લોકો સાઉથ અને સેન્ટ્રલ અમેરિકાની વચ્ચે આવેલા ડેરિયન ગેપમાંથી પસાર થાય છે, આ ભયાનક જંગલોમાં લોકો કેટલાય દિવસો સુધી ચાલીને કે પછી બીજી કોઈ રીતે મેક્સિકોની આસપાસના દેશોમાં પહોંચતા હોય છે. લેટિન અમેરિકન દેશ પનામાના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષમાં ૩.૮૦ લાખ લોકો ડેરિયન ગેપમાંથી પસાર થઈ ચૂકય્યા છે અને હજુય લોકોનો પ્રવાહ ચાલુ જ છે, અને ઓક્ટોબર મહિનામાં લોકોની સંખ્યા હજુય વધશે.
બીજી તરફ, મેક્સિકો સુધી પહોંચી ગયેલા લોકો પણ મોટી સંખ્યામાં રોજેરોજ બસ કે ટ્રેન દ્વારા અમેરિકાની બોર્ડર સુધી પહોંચી રહ્યા છે. હવે એવી પણ ચર્ચા છે કે અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ બોર્ડર પર સર્જાયેલી આ સ્થિતિ પર કાબૂ મેળવવા હાલના પ્રમુખ જાે બાઈડન જલ્દીથી નવી પોલિસી લાગુ કરી શકે છે, જેમાં માઈગ્રન્ટ્સને ઝડપથી ડિપોર્ટ કરવાથી લઈને તેમના પર અમેરિકામાં પ્રવેશવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય છે.
એક તરફ એજન્ટો લોકોને એવું કહીને ભરમાવી રહ્યા છે કે એકવાર અમેરિકા પહોંચી જશો પછી કંઈ નહીં થાય. જાેકે, હકીકત એ પણ છે કે અમેરિકા રોજેરોજ હજારો માઈગ્રન્ટ્સને ડિપોર્ટ પણ કરી રહ્યું છે. ડિપોર્ટેશનથી બચવા ઘણા લોકો શરણાગતિ પણ માગી લે છે, અને તેમના કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી તેમને અમેરિકામાં રહેવાની છૂટ મળે છે.
જાેકે, અમેરિકામાં શરણાગતિ મેળવવી પણ આસાન નથી, અને મોટાભાગના ઈમિગ્રન્ટ્સને લાંબા સમય સુધી જેલમાં રહેવાનો પણ વારો આવે છે અને જાે તેમને મુક્ત કરવાનો ઓર્ડર કરાય તો પણ મોટાભાગના કેસમાં તેમને તગડી રકમનો બોન્ડ ભરવો પડે છે. શરણાતિનો કેસ ચાલુ હોય ત્યારે ઘણા લોકો અમેરિકામાં ગાયબ થઈ જાય છે, અને પકડાય નહીં ત્યાં સુધી દેશમાં રહીને કામ કરતા રહે છે. આવા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની સંખ્યા પણ અમેરિકામાં મિલિયન્સમાં છે. જાેકે, તેમના પર હંમેશા ડિપોર્ટેશનની તલવાર લટકતી રહે છે.SS1MS