Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

પ્રતિકાત્મક

અમદાવાદ, હાલ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે. પરંતું આ સાથે જ ૨૮ સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે. જેને કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મની શક્યતા વધારે છે. હાલ વાતાવરણમાં વધુ ભેજના કારણે વરસાદ પડી રહ્યો છે.

વરસાદને લઈને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્‌ છે. કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નથી. આ કરારણે ગુજરાતમાં ભેજવાળુ વાતાવરણ અને ગરમીનો અહેસાસ થશે. વીજળીના કડાકા કોઈ કોઈ જગ્યાએ વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂકું વાતાવરણ રહેશે. તો આગામી ૫ દિવસમાં બાદ ગુજરાત રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. હાલ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ પાંચ દિવસોમાં અમદાવાદમાં સામાન્ય ૩૪ થી ૩૬ તાપમાન રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની શકયતા નહિવત્‌ છે. માત્ર અમદાવાદમાં છુટા છવાયો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દેશભરમાં મોન્સુન વિડ્રોઅલ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આગામી ચાર દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રભરમાં થંડરસ્ટોર્મ પણ થઈ શકે છે. જેને કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં ક્યાંક છુટોછવાયો વરસાદ આવશે.

ભેજના કારણે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ રચાયો છે. હાલ ગુજરાતને ભારે વરાસદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. પરંતુ જે વરસાદ છે તે વાતાવરણમાં ભેજને કારણે આવી રહ્યો છે. આગામી દિવસો દરમિયાન આખા ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. હાલ આખા ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ થવાની કોઈ શક્યતા જ નથી. બનાસકાંઠા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ આવી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે.

અરબ સાગરમાં ૨૮ તારીખથી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેને કારણે ૨૬ થી ૨૯ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૭ મીએ આજે નર્મદા, તાપી, જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી છે. તો ૨૮ મી સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.