Western Times News

Gujarati News

તાપસીએ બનાવેલી બીજી ફિલ્મ થિયેટરમાં રીલીઝ થશે

મુંબઈ, તાપસી પન્નુની પ્રોડયૂસર તરીકેની બીજી ફિલ્મ ‘ધક ધક’ થિયેટરમાં રીલીઝ થશે. તાપસી આ પહેલાં ‘બ્લર’ નામની ફિલ્મ બનાવી ચુકી છે પરંતુ તે સીધી ઓટીટી પર રીલીઝ થઈ હતી.

આ ફિલ્મના કલાકારોમાં ફાતિમા સના શેખ, રત્ના પાઠક શાહ અને દિયા મિઝનો સમાવેશ થાય છે. દેખીતી રીતે જ તાપસીની આ ફિલ્મ પણ મહિલા કેન્દ્રી સ્ટોરી ધરાવે છે.

બોલીવૂડની અનેક હિરોઈનોએ પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યાં છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે પણ તેની બીજી ફિલ્મ ‘જિગરા’ના નિર્માણની જાહેરાત કરી હતી. આલિયા આ ફિલ્મ કરણ જાેહર સાથે મળીને બનાવી રહી છે. અનુષ્કા શર્માએ પણ પોતાનું પ્રોડક્શન હાઉસ શરુ કર્યું છે. જાેકે, છેલ્લા કેટલાક સમયથી અનુષ્કા પોતાના પ્રોડક્શન હાઉસની રોજિંદી જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગઈ છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.