Western Times News

Gujarati News

યુવતીને ભગાડી જવાનો બદલો લેવા બાળકને ઉઠાવી લેવાયો

પોરબંદર, પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં આવેલા ઈશ્વરીયા ગામે બાળકના અપહરણની ઘટના સાથે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં આઠ વર્ષીય બાળકનું ગામમાં જ રહેતો મુસ્લિમ શખ્સ અપહરણ કરી ગયાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તાર સહિત જિલ્લાભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં આવેલા ઈશ્વરીયા ગામ ખાતે રહેતા ભીમશી ભીમા પીપરોતરનો આઠ વર્ષીય પુત્ર રવિનું અપહરણ થયાની ઘટના બનવા પામી હતી. સવારે ૧૦ઃ૩૦ વાગ્યા આસપાસ રવિ શાળાએ જવા નીકળ્યો હતો, ત્યારે આજ ગામમાં રહેતા મુસ્લિમ શખ્સ ઈકબાલ ઈસાક ધાવડે અન્ય એક ઈસમ સાથે મળીને રસ્તામાંથી છરીની અણીએ રવિનુ અપહરણ કરીને બાઈક પર લઈ ગયા હતા.

ઘટના અંગે પોરબંદર પોલીસને જાણ થતા બગવદર પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઈશ્વરીયા પહોંચી ગયો હતો અને બાળકના અપહરણને લઈને શોધખોળ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડાએ પાંચ જેટલી અલગ-અલગ ટીમો બનાવીને જિલ્લામાં તેમજ પાડોશી જિલ્લાને જાેડતા રસ્તાઓ પર નાકાબંધી કરીને શોધખોળ હાથ ધરી હતી.

ત્યાર બાદ આરોપીએ અપહ્યત બાળકના પિતાને ફોન કરીને કેટલીક માંગણીઓ કરી હતી, જેને લઈને પોલીસે ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીને જામનગર જિલ્લાના લાલપુર ગામના સીમ વિસ્તારમાથી બાળક સાથે આરોપી ઈકબાલને ઝડપી પાડવામાં આવ્યો હતો.

અપહરણની ઘટના બાદ પોરબંદર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ૧૨ કલાક કરતા ઓછા સમયમાં બાળકને અપહરણકર્તાઓની ચુંગલમાંથી હેમખેમ રીતે છોડાવી લેવામાં આવ્યો હતો. મોડી રાત્રે પોરબંદર પોલીસ બાળક તથા આરોપીને લઇને પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં બાળકને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ અપહરણની ઘટના પાછળ લવ જેહાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેમાં અપહ્યત બાળક રવિની મોટી બહેનને આરોપી ઈકબાલ ઈસાક ધાવડ ૪૦ દિવસ પહેલા ભગાડી ગયો હતો. ત્યારે બાદ યુવતીને તેમના પરિવારજનો દ્વારા આરોપીની ચુંગલમાંથી છોડાવી હતી, અને ત્યાર બાદ અન્ય જગ્યાએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

જેનુ મનદુખ રાખીને છેલ્લા કેટલાક દિવસોથી વિધર્મી યુવાન ભીમશી પીપરોતરને ધમકીઓ આપતો હતો કે યુવતીને લઈને મને સોંપી આપો નહીતર તમારા દિકરાને ઉઠાવી લઈશ. ત્યાર બાદ આરોપીએ અન્ય શખ્સની મદદથી આજે સવારે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતુ.

ત્યાર બાદ ઘટનાને લઈને જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવતા આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં આવ્યો હતો. અપહરણકર્તાઓ પાસેથી બાળકને સહી સલામત રીતે છોડાવાતા બાળકના પિતા ભીમસી પીપરોતરે પણ પોરબંદર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને બગવદર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરૂધ્ધ અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.જ્યારે અપહરણમા સામેલ સહ આરોપી હજુ પણ પોલીસ પકડથી બહાર છે.ત્યારે આ કેસમાં અપહરણકર્તાઓને કોણે-કોણે મદદ કરી હતી અને બાળકનું અપહરણ ક્યાં કારણોસર કરવામાં આવ્યુ હતુ તેને લઈને પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.ત્યારે આરોપીની પૂછપરછ થયા બાદ બાદ અપહરણની સાચી હકીકત સામે આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.