Western Times News

Gujarati News

મોબાઈલમાં વ્યસ્ત હતો રેલવે કર્મચારી, થ્રોટલ પર બેગ મૂકતાં જ અકસ્માત સર્જાયો

મથુરા રેલ્વે સ્ટેશનના ઘટનાની તપાસ બાદ એક લોકો પાઇલટ અને ચાર ટેકનિકલ સ્ટાફ સહિત પાંચ રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. (જૂઓ વિડીયો) –ફરજ પર હતા ત્યારે તેઓ તેમના ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

મથુરા, ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (EMU) ટ્રેન પાટા પરથી ઉતરી અને મથુરા જંક્શન પર પ્લેટફોર્મ પર ચઢી ગયાના દિવસો પછી, એક વિડિયો સામે આવ્યો છે જેમાં ઓપરેટર એન્જિનમાં પ્રવેશી રહ્યો છે અને બેદરકારીપૂર્વક તેની બેગ થ્રોટલ પર મૂકે છે, તેના મોબાઇલ ફોનમાં વિડીયો કોલ પર વાત કરી રહ્યો હોય છે.

મોબાઈલની લતને કારણે કેટલી ગંભીર સમસ્યા થઈ શકે છે તેનું આ ઉદાહરણ છે, ચાલુ ફરજ પર રહેલા કર્મચારી જ્યારે મોબાઈલમાં વ્યસ્ત હોય છે તેને કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. આ ઘટના તેનું ઉદાહરણ છે.

વિડિયોમાં રેલ્વે કર્મચારીને રેલ્વે અધિકારીઓ દ્વારા સચિન તરીકે ઓળખવામાં આવે છે, તે એન્જીન કેબમાં પ્રવેશી રહ્યો છે અને લોકો પાયલટને તેની ફરજમાંથી મુક્ત કર્યા પછી અને કેબમાંથી બહાર નીકળે છે. અને સચિન તેની કાળું બેકપેક એન્જિન થ્રોટલ પર મૂકે છે, પછી નીચે બેસીને તેના મોબાઈલ ફોન પર કંઈક જોવાનું શરૂ કરે છે.

એક વ્યક્તિ ઘાયલ થયાની ઘટનાની તપાસ બાદ એક લોકો પાઇલટ અને ચાર ટેકનિકલ સ્ટાફ સહિત પાંચ રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મથુરા રેલ્વે સ્ટેશનના ડાયરેક્ટર સંજીવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પાંચેય નશાની હાલતમાં હતા અને ફરજ પર હતા ત્યારે તેઓ તેમના ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

ડિવિઝનલ રેલ્વે મેનેજર તેજ પ્રકાશ અગ્રવાલે સસ્પેન્શનની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે “વધુ વિગતવાર તપાસ ચાલુ છે.”

સંયુક્ત તપાસ રિપોર્ટમાં તેમના નિવેદન અનુસાર, સચિને દાવો કર્યો હતો કે ટ્રેન પોતાની જાતે જ આગળ વધવા લાગી હતી. તેણે કહ્યું કે તેણે ઈમરજન્સી બ્રેક લગાવી પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન પ્લેટફોર્મ પર ઘુસી ગઈ હતી. તપાસ કરતાં તેણે જોયું કે થ્રોટલ આગળની સ્થિતિમાં હતું અને ચાવી પણ તેની જગ્યાએ હતી. અકસ્માત બાદ તે એન્જીન કેબમાંથી ઉતરી જાય છે અને  તેણે તરત જ તેના ઈન્ચાર્જને ઘટનાની જાણ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.