Western Times News

Gujarati News

સ્માર્ટ સીટીના નાગરિકોએ પ્રાથમિક સુવિધા માટે ર૮ દિવસમાં ૪૪ હજાર ફરિયાદો કરી

હાટકેશ્વર બ્રીજ માટે પાંચ-સાત દિવસમાં ટેન્ડર જાહેર થશે: કમિશ્નર

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના હાટકેશ્વર બ્રિજની નબળી કામગીરી જાહેર થયા બાદ સરકારની સુચના મુજબ મનપા દ્વારા ૮૪ બ્રીજાેના સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે પૈકી પપ બ્રીજનો સર્વે રિપોર્ટ જાહેર થઈ ગયો છે જેમાં માત્ર એક બ્રીજની સ્થિતિ જ ખરાબ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સ્માર્ટ સીટીના ગુણગાન ગાતા ભાજપના શાસનમાં માત્ર ર૮ દિવસમાં જ પ્રાથમિક સુવિધા માટે નાગરિકો દ્વારા ૪૪ હજાર જેટલી ફરિયાદો કરવામાં આવી છે આ તમામ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્રમક રજુઆત કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણે જીરો અવર્સની ચર્ચા દરમિયાન રજુઆત કરતા જણાવ્યું હતું કે મ્યુનિ. કોર્પો. દ્વારા જે પપ બ્રીજાેનો સર્વે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે લગભગ મનઘડત જેવો છે જેમાં સ્ટ્રકચરના કોઈ રિપોર્ટ કરવામાં આવ્યા હોય તેમ લાગી રહયું નથી.

મ્યુનિ. તંત્ર દ્વારા નિયુક્ત કન્સલટ્રન્ટ દ્વારા દ્વારા ફીઝીબીલીટીના બદલે માત્ર વીજીબીલીટી ચકાસવામાં આવી છે. જે રીતે હાટકેશ્વર બ્રીજના અલગ અલગ રિપોર્ટ કરવામાં આવ્યા હતા તે રીતે તમામ બ્રીજના રિપોર્ટ થાય તો જ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે.

મ્યુનિ. શાસકો દ્વારા સ્માર્ટ સીટી લીવેબલ એન્ડ લવેબલ સીટી જેવા દાવા કરવામાં આવે છે પરંતુ રૂા.૯ હજાર કરોડના બજેટવાળા નાગરિકો પ્રાથમિક સુવિધા વગર પીડાઈ રહયા છે. શહેરના નાગરિકોએ ૧ સપ્ટેમ્બરથી ર૮ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન પ્રાથમિક સુવિધાઓ માટે કુલ ૪૪૬૩પ ફરિયાદો કરી છે

જેમાં સૌથી વધુ ડ્રેનેજ માટે ર૦૦૮૦ ફરિયાદો થઈ છે. ઝોન દીઠ જાેવામાં આવે તો મધ્યઝોનમાં ૮પ૬૩, પૂર્વમાં પ૦૧૪, ઉત્તર-૮પ૩પ, ઉ.પ.-૩પ૦પ, દક્ષિણ-૭૭પ૯, દ.પ.-ર૧૦ર અને પશ્ચિમ ઝોનમાં ૯૧૬૧ ફરિયાદો કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કોંગ્રેસના કાઉન્સીલર જગદીશભાઈ રાઠોડે પૂર્વ વિસ્તારની થતી અવગણના વિશે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ખોખરા હાટકેશ્વર વિસ્તારના નાગરિકો ચાર-પાંચ વર્ષ સુધી અનુપમ બ્રીજ બંધ હોવાના કારણે પરેશાન રહયા હતા હવે હાટકેશ્વર બ્રિજના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે.

આ વિસ્તારમાં એપરલ પાર્કથી રબારી કોલોની સુધીનો રોડ પૂર્વ અને દક્ષિણ ઝોનની હદના કારણે અટવાઈ પડયો છે. મેટ્રો ટ્રેન શરૂ થઈ ત્યારનો આ રોડ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી રોડના કામ માટે કોઈ જ હલચલ થઈ નથી

હાટકેશ્વર બ્રીજ નવેસરથી બનાવવા માટે ક્યારે ટેન્ડર જાહેર થશે તેવો પ્રશ્ન પુછતા મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે આગામી પાંચ-સાત દિવસમાંજ હાટકેશ્વર બ્રીજના ટેન્ડર જાહેર થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.