Western Times News

Gujarati News

વિશ્વ હૃદય દિવસ પર સ્ટર્લિંગ હોસ્પિટલ્સે સ્વસ્થ હૃદય માટે વોકાથોનનું આયોજન કર્યું

અમદાવાદમાં પ્રસિદ્ધ મલ્ટિસ્પેશિયાલિટી સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુળ, અમદાવાદ 29 સપ્ટેમ્બર, 2023ના રોજ વૉકેથોનનું આયોજન કર્યું હતું. વિશ્વ હૃદય દિવસના પ્રસંગે આયોજિત આ પહેલનો ઉદ્દેશ સમાજમાં સ્વસ્થ હૃદય તરફ સક્રિય પગલાં લેવા જાગૃતિ વધારવાનો હતો.

હૃદયરોગ એ વૈશ્વિક સ્તરે પ્રચલિત આરોગ્યની ચિંતા છે. હૃદયની વિવિધ સમસ્યાઓ સાથે સંબંધિત જાગૃતિ વધારવી મહત્વપૂર્ણ છે, કારણ કે આ વ્યક્તિઓને હૃદયની વિવિધ સ્થિતિ વિશે જાણકારી મેળવવા અને તેમની વિવિધ ચેતવણીના સંકેતો વિશે માહિતગાર થવા સક્ષમ બનાવે છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીને અને જાગૃતિ વધારીને સ્વસ્થ હૃદય ધરાવતો સમુદાય ઊભો કરવા કટિબદ્ધ છે. હૃદય સાથે સંબંધિત આ વિવિધ સમસ્યાઓની જાગૃતિ વધારીને અમે લોકોને જીવનશૈલીમાં ફેરફારો કરવા અને તેમનાં ચોક્કસ જોખમો માટે નિવારણ માટેના પગલાં લેવા સક્ષમ બનાવીએ છીએ.

વોકેથોન એક રસપ્રદ અને જાગૃતિ કાર્યક્રમ હતો, જેમાં હૃદય સાથે સંબંધિત બિમારીઓ વિશે જાણકારીને પ્રોત્સાહન આપવા જીવનના વિવિધ ક્ષેત્રના લોકો એકમંચ પર આવ્યા હતા.

ડૉ. રસેષ પોથીવાલા, સીનીયર કાર્ડિયોલોજિસ્ટ, ડૉ. સુકુમાર મહેતા અને ડૉ. ભૂપેશ શાહ – સીનિયર કન્સલ્ટન્ટ – કાર્ડિયોથોરેસિક અને વાસ્ક્યુલર સર્જન સહિત સ્ટર્લિંગ હોસ્પિટલ્સના કેટલાંક પ્રતિષ્ઠિત ડૉકટર્સ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ઉપરાંત એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના નાયબ મેયર શ્રી જતિન પટેલ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા.

Several esteemed physicians from Sterling Hospitals, including Dr. Rasesh Pothiwala, Sr. Cardiologist, Dr. Sukumar Mehta, and Dr. Bhupesh D. Shah, Sr. Consultant – Cardiothoracic and Vascular Surgeon, participated in this event. Additionally, Mr. Jatin Patel, Deputy Mayor of the AMC (Ahmedabad Municipal Corporation) was the Chief Guest at the event.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ઝોનલ ડાયરેક્ટર શ્રી અતુલ બેહલે  (Mr. Atul Behll, Zonal Director at Sterling Hospitals said, ) કહ્યું હતું કે, “હૃદયરોગો અવારનવાર જીવલેણ બને છે. વૉકેથોનનો ઉદ્દેશ હૃદય સાથે સંબંધિત રોગો વિશે જાગૃતિ લાવવાનો હતો અને તેમાં એનું નિવારણ કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. અમે નિવારણની શક્તિમાં દ્રઢપણે માનીએ છીએ તથા વૉકેથોન આપણા સમુદાયના હૃદયનાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાની કટિબદ્ધતાને પ્રસ્તુત કરે છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં એક હેલ્થકેર પ્રોફેશનલ તરીકે હું અંગતપણે જોઉં છું કે, જાગૃતિ અને નિવારણ માટેના પગલાં કેવી રીતે હૃદયના સ્વાસ્થ્ય પર સારી અસર કરી શકે છે. જ્યારે આપણે એક સમુદાય તરીકે એકતાંતણે બંધાઈએ અને સ્વસ્થ જીવનશૈલીને અપનાવીએ છીએ, ત્યારે આપણે હૃદયરોગોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ.”

વૉકેથોનના સહભાગીઓને ફ્રી ટી-શર્ટ અને એનર્જી ડ્રિન્કનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેણે તેમને સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેમને હાઇડ્રેટેડ અને ઊર્જાવંત રાખ્યા હતા. વૉકેથોન તમામ વયના અને તમામ શારીરિક ફિટનેસ ધરાવતા સહભાગીઓ માટે ખુલ્લી હતી. આ શારીરિક કવાયત માટેની ઉત્કૃષ્ટ તક હોવાની સાથે તેણે સહભાગીઓને અન્ય લોકો સાથે નેટવર્ક ઊભું કરવાની અને હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાની તક પૂરી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.