Western Times News

Gujarati News

ટ્રેકટરની ચોરી કરતી ગેંગ નડિયાદ LCBના હાથે રંગે હાથ ઝડપાઈ

કઠલાલના ખુમારવાડાથી પીઠાઇવાડા રોડ પરથી ટ્રેક્ટર ચોરો ઝડપાયા

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકેટર કે,આર.વેકરીયા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ

ગઇ તા.૦૧-૧૦- ૨૦૨૩ ના રોજ એલ.સી.બી સ્ટાફના હેઙકો.વિનોદકુમાર,.ઋતુરાજસિંહ, ચિંતનકુમાર,.કેતનકુમાર, કુલદિપસિંહ તથા હિરેનકુમાર નાઓ કઠલાલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેઙકો.વિનોદકુમાર તથા.કેતનકુમાર નાઓને ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત

આધારે એક નંબર પ્લેટ વગરનુ સ્વરાજ કંપનીનુ ટ્રેક્ટર લઇને ખુમારવાડાથી પીઠાઇવાડા રોડ થઇ કઠલાલ થઇને રાજસ્થાન ખાતે કેટલાક ઇસમો વેચવા સારૂ લઇ જનાર છે. જેની તપાસમાં રહી બાતમી વર્ણનવાળુ ટ્રેક્ટર આવતા ટ્રેક્ટરમાં ચાલક તથા બીજા ચાર ઇસમો બેઠેલ હતા તેમને પંચો રૂબરૂ ડ્રાઇવર તરીકે

(૧) ધનજીભાઇ ઉર્ફે ધનો ધુળાભાઇ ઝાલા રહે,વસો ચોકડી ખેતરમાં તા.વસો જી.ખેડા તથા સાથે બેસેલ બીજા ઇસમો (૨) હર્ષદભાઇ ઉર્ફે બાબર મહેન્દરભાઇ ઝાલા ઉ.વ.રર રહે.ખુમારવાડા તા.જી.ખેડા (૩) મેલાભાઇ ઉર્ફે મેલો મયજીભાઇ વાધેલા રહે.ખુમારવાડા તા.જી.ખેડા (૪) નિલેશકમાર ઉર્ફે નિલીયો ભરતભાઇ વાધેલા રહે.ખુમારવાડા તા.જી.ખેડા (૫) વિશ્રામભાઇ હીરાભાઇ ડામોર હાલ રહે.વસ્ત્રાલ રામોલ પોલીસ સ્ટેશન પાછળ મહાદેવ રેતીના ગોડાઉનમાં તા.જી. અમદાવાદ મુળ રહે.ભચળીયા તા.સીમલવાડા જી.ડુંગરપુર રાજસ્થાનના હોવાનું જણાવેલ સદરહું

ટેક્ટરનો એન્જીન નંબર જાેતા- ૩૯૧૩૫૪ઈઁ૦૧૦૬૯૩૪ તથા ચેચીસ નંબર- ઉરૂ્‌છ૩૦૪૦૫૧૨૦૮૩૨ નો હતો. સ્વરાજ કંપનીના ટ્રેક્ટરના આર.ટી.ઓ.ને લગતા રજીસ્ટ્રેશન કાગળો તથા માલિકી બાબતે ના આધાર પુરાવા માંગતા સદરી ઇસમોએ પોતાની પાસે નહી હોવાનું જણાવી ગલ્લા-તલ્લા કરતા હોઇ અને કોઇ સંતોષ કારક જવાબ આપતા ન હતા.

જેથી ઇસમોની સઘન પુછપરછ કરતાં સદર ટ્રેકટર તેઓએ આજ થી આશરે ચાર માસ પહેલા કઠલાલ તાલુકાના જમણી ગામની સીમમાં આવેલ પ્રાગજીભાઇ મોહનભાઇ ટાઢાણી નાઓના કુવા પાસેથી ચોરી કરેલાનો એકરાર કર્યો. સદરહું ચોરીમાં ગયેલ ટ્રેક્ટર બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૪૦૨૭૨૩૦૨૯૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ગુનો નોધાવેલ હોય.

જેથી સદરી સ્વરાજ કંપનીનુ ટ્રેક્ટર ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનો પાકો શકવહેમ લાગતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ સદરી ટ્રેક્ટર ની આશરે કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ગણી લઇ સદરહું સ્વરાજ ટ્રેક્ટર કબજે કરી સદરી ઇસમો સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા ૦૧-૧૦-૨૦૨૩ નારોજ પકડી અટક કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.