Western Times News

Gujarati News

 સાપ પકડી ખેડુત અને સાપના જીવ બચાવી સેવા કાર્ય કરતો મનોરપુરનો યુવાન

ખેતર,કૂવા અને ઘર પરથી ૩૦૦ થી વધુ સાપો પકડી જંગલમાં મુકત કર્યા.

ભિલોડા: ગ્રામ્ય વિસ્તારોમાં ઘર અને ખેતરના સીમાડાઓમાં  હરતા – ફરતા ઝેરી – બિનઝેરી સાપો પકડી તેને સલામત રીતે નિર્જન જંગલોમાં છોડી સાપ અને ખેડુતોના જીવની સલામતી રાખવાનું એક અનોખું માનવીય સેવાકાર્ય કરતા હિંમતનગર તાલુકાના મનોરપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા જીગરભાઈ કનુભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦૦ ઉપરાંત સાપો પકડી જંગલમાં છોડી માનવતાનું કાર્ય કરી રહ્યા છે.

ગાંભોઈ પંથકના ગામડાઓમાં ખેતરો,કુવા અને રહેઠાણ વિસ્તારમાં સાપ દેખાતા જ સ્થાનિક ગ્રામજનો મોબાઇલ ફોનથી જાણ કરતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ની જેમ જીગરભાઈ પટેલ રાત્રી હોય કે દિવસ પોતાની બાઇક સાથે તરત જ સાપ પકડવા જણાવેલ સ્થળે દોડી જાય છે.છેલ્લા ત્રણ વર્ષથી સાપ પકડવાનું કાર્ય કરતા જીગરભાઈ પટેલ આ અંગે જણાવે છે કે અત્યાર સુધીમાં તેમણે ૩૦૦ ઉપરાંત ઝેરી-બિનઝેરી સાપો પકડી જંગલોમાં છોડ્યા છે. જેમાં ચીત્રો, ખરચીત્રો, કાળોતરો બ્લેક કોબ્રા,ધામણ જેવા સાપ નો અને વિવિધ પ્રજાતિના અજગરનો સમાવેશ થાય છે.સાપ પકડીને તેને બચાવવાના કાર્યમાં આજ સુધી કોઈ સાપ તેને કરડ્યો નથી.સાપ પકડી જંગલમાં છોડી મૂકવાનું માનવતા ભર્યું કામ તેઓ વિનામૂલ્યે કરી સેવા આપે છે.

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકમાં અનેક ખેડૂતોને તેમજ સાપો ને મોતના મુખ માંથી ઉગારી જીવતદાન આપવાનું સેવાકાર્ય કરતા આ યુવાનના માનવતા ભર્યા ભગીરથ કાર્યને લોકો વન્ય પ્રેમીઓ બિરદાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.