Western Times News

Gujarati News

AAPના સાંસદ સંજયસિંહની દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ધરપકડ

દિલ્હી લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ લાંબી પુછપરછ બાદ સંજય સિંહની ધરપકડ કરી છે.

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી લિકર કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી સાંસદ સંજયસિંહની ઈડીએ ધરપકડ કરી છે. આપ (આપ) નેતાની સવારથી ઈડી દ્વારા પૂછપરછ ચાલી રહી હતી. બીજી તરફ સંજયસિંહના ઘરની બહાર આપના કાર્યકર્તા એકઠા થયા છે. કેન્દ્ર સરકાર વિરૂદ્ધ તેઓ નારેબાજી કરી રહ્યા છે.

દરમિયાન દિલ્હી લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ લાંબી પુછપરછ બાદ સંજય સિંહની ધરપકડ કરી છે. ઈડીએ બુધવારે આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડી લિકર કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. ઈડીએ ગત દિવસોમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સંજય સિંહનું પણ નામ સામેલ છે.

અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે આજે વહેલી સવારે ઈડીએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દિલ્હીની વિવાદિત લીકર પોલિસી મામલે પાડવામાં આવ્યા હતા. હવે આ મુદ્દે બીજેપીએ આમ આદમી પાર્ટીને ઘેરતા કહ્યું કે, આ લીકર પોલીસી કૌભાંડ દિલ્હીના મુખ્યમંત્રી અંરવિંદ કેજરીવાલની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો છે.

સરકારી સાક્ષી બનેલા દિનેશ અરોરાએ પણ આ વાત સ્વીકારી છે. મુખ્યમંત્રી આવાસ પર વસૂલી કરવામાં આવતી હતી.

બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, લીકર પોલીસી કૌભાંડ વિશે જનતા જાણી ચૂકી છે કે, અરવિંદ કેજરીવાલની દેખરેખમાં જ તેને અંજામ આપવામાં આવ્યો છે. આરોપી દિનેશ અરોરાએ કબૂલ કર્યું છે કે, દિલ્હીના સીએમ આવાસ પર બેઠકો થતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.