સાઉદી અરેબિયાના મક્કામાં ઉમરાહ કરવા ગયેલા ગોધરાના 23 લોકો રઝળ્યાં
હોટલ બહાર કાઢી મૂકાતાં ૩ દિવસથી બહાર વિતાવ્યા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોઘરા ના કુલ ૨૩ લોકો ખાનગી ટુર ઓપરેટર દ્વારા ૨૭ સપ્ટેમ્બરના રોજ મુંબઈ થી સાઉદી ખાતે જીદ્દાહ એરપોર્ટ ઉમરાહ અર્થે પહોચ્યા હતા. એરપોર્ટ ખાતે ૨૩ લોકોને ૩૦ કલાક સુધી રોકાવું પડ્યું હતું ત્યાર બાદ આ લોકો મક્કા ખાતે પહોચ્યા હતા.
જ્યાં ટુર ઓપરેટર દ્વારા આપવામાં આવેલી હોટલમાં રોકાણ કરવામાં આવ્યું હતું .એક દિવસના રોકાણ બાદ અચાનક હોટલ મેનેજમેન્ટ દ્વારા આ ૨૩ લોકો ને હોટલ માંથી એકાએક સમાન સાથે બહાર કાઢી મુકવામાં આવેલ હતા.જેને લઈ ને આ લોકો પાછલા ૩ દિવસ થી મક્કા ખાતે રઝળપાટ કરી રહ્યા છે. ૨૩ લોકો માં ૧૨ મહિલાઓ અને ૧૧ પુરુષો નો સમાવેશ થાય છે.
આ લોકો પાસે પૂરતા રૂપિયા ના હોવાને કારણે ખાવા પીવાની તેમજ રહેવા ની ભારે મુશ્કેલીઓ ઉભી થતા ગોધરામાં રહેતા પરિવારજનો ભારે ચિંતા માં મુકાયા છે. ખાનગી ટુર ઓપરેટરનો તેઓ એ સંપર્ક કરતાં હાલ તેઓની ગોધરા ખાતે ની ઓફિસ બંધ છે તેવું જણાવ્યું હતું તેઓ નો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
ગોધરા શહેરના કુલ ૨૩ લોકો ગોધરા ની એક ખાનગી ટુર ઓપરેટર દ્વારા ઉમરાહ ની પ્રક્રિયા અર્થે ગયેલ લોકો હાલ માં સાઉદી ના મક્કા ખાતે ભારે મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. આ લોકો મક્કા ખાતે અલ હિજરા સ્ટ્રીટ ખાતે આવેલી હોટલ જુવહરા અલઈમાન હોટલમાં ટુર ઓપરેટર દ્વારા રોકાયા હતા.
આ ૨૩ લોકોની ૨૦થી ૨૫ દિવસની ટુર માટેના રૂપિયા ચુકવેલ છે. છતાં પણ હોટલ મેનેજમેન્ટ દ્વારા એકાએક સામાન સાથે આ લોકોને બહાર કાઢી મુકતા હાલ આ લોકો પાછલા ૩ દિવસ થી હોટલની બહાર પડી રહ્યા છે. જેને લઈને મહિલાઓ ગોધરા ખાતે ફોન કરીને પરિવારજનોને આ મુસીબતમાંથી બહાર કાઢવા માટે રડીને ગુહાર લગાવી રહ્યા છે.
આ લોકો પાસે હાલમાં પૂરતા રૂપિયા ના હોવાને કારણે ખાવા પીવામાં પણ ભારે મુશ્કેલીઓ ઉભી થવા પામેલ છે. ઉમરાહ ખાતે ગયેલ લોકોના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
અને ખાનગી ટુર ઓપરેટર વિરુદ્ધ પોલીસમાં ફરીયાદ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.ઉમરાહ ગયેલી મહિલાઓ આ મુસીબતમાંથી ઉગારી લેવા માટે મદદ ની ગુહાર લગાવી છે. હાલ આ લોકો મક્કા ખાતે મદદ માટે ઠેર ઠેર રઝળપાટ કરી રહ્યા છે પણ કોઈ નિરાકરણ આવેલ નથી.