Western Times News

Gujarati News

મહેસાણામાં ડબ્બા કટિંગમાં ત્રણ શખ્સો ઝડપાયા

મહેસાણા, મહેસાણાના ખેરાલુમાંથી ડબ્બા કટિંગ ઝડપાયુ છે, ખેરાલુ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં ડબ્બા કટિંગનો ધંધો કરતાં ત્રણને ઝડપી પાડ્યા છે, આ ત્રણેય શેર બજારના નામે લોકોને લોભામણી લાલચ આપીને પોતાનો ધંધો ચલાવતા હતા.

મળતી માહિતી પ્રમાણે, ખેરાલુમાં છેલ્લા કેટલાક સમયથી ડબ્બા કટિંગનો ધંધો ચાલી રહ્યો હતો, જેની ખબર પોલીસે ખબર પડતાં, ખેરાલુ પોલીસે અચાનક રેડ કરી હતી, જેમાં ત્રણ આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અહીં શેર બજારના નામે લોકોને લોભામણી લાલચ આપીને મોટો ધંધો કરવામાં આવતો હતો. આરોપીએ આ ધંધામાં ડમી સીમ કાર્ડનો ઉપયોગ કરતાં હતા, તેઓ ડમી સીમ કાર્ડ ખરીદીને તે નંબરથી લોકોને શેર બજારની લોભામણી લાલચ આપતા હતા. હાલ પોલીસે આ ત્રણેય પાસેથી ૧૧ મોબાઈલ સાથે કુલ ૭૮૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજાે કર્યો કર્યો છે.

શેર માર્કેટમાં આજે જાેરદાર કડાકો જાેવા મળ્યો છે. કારોબારી દિવસના અંતે મુખ્ય બન્ને ઇન્ડેક્સ નીચલા સ્તરે બંધ રહ્યાં આ સાથે જ રોકાણકારોના હજારો કરોડ રૂપિયા ધોવાઇ ગયા હતા. પશ્ચિમી એશિયામાં હમાસના હુમલા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનમાં યુદ્ધ શરૂ થઇ ગયુ છે, આ યુદ્ધની અસર ભારતીય શેર બજારો પર પડી રહી છે.

આજે દિવસના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૭૩ ટકાના ઘટાડા સાથે ૪૮૩.૨૪ તુટ્યો અને ૬૫,૫૧૨.૩૯ના સ્તરે બંધ રહ્યો હતો, તો વળી નિફ્ટીમાં પણ ઘટાડો જાેવા મળ્યો, એનએસઇ નિફ્ટીમાં આજે ૦.૭૨ ટકાના ઘટાડા સાથે ૧૪૧.૧૫ પૉઇન્ટનો ઘટાડો આવ્યો અને નિફ્ટી ૧૯,૫૧૨.૩૫ના સ્તેર બંધ રહ્યો હતો. આમ દિવસના અંતે બન્ને મુખ્ય ઇન્ડેક્સ તુટ્યા હતા.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભારતીય શેરબજારમાં હલચલ મચાવી દીધી હતી. યુદ્ધની ચિંતા અને કોમોડિટીના ભાવમાં વધારો થવાની આશંકા વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. આજે બજાર બંધ સમયે મ્જીઈ સેન્સેક્સ ૪૮૩ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫,૫૧૨ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ૧૪૧ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૫૧૨ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં બજારમાં તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જાેવા મળ્યો છે. સવારથી જ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહેલો આઈટી ઈન્ડેક્સ પણ નીચે સરકી ગયો હતો. આજના કારોબારમાં બેન્કિંગ, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, મીડિયા, મેટલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.