Western Times News

Gujarati News

ખેડુત હિતલક્ષી નિર્ણયો લેવા રાજય સરકાર હરહંમેશ કટીબદ્ધ

ખરીફ વર્ષ-૨૦૧૮માં અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ પાક વિમાના દાવાઓની રકમ ચુકવાઇ છેઃ કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ

રાજ્યના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નીતિઓ ઘડતી આવી છે અને ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર સતત જાગૃત છે. વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોવાનું જણાવીને કૃષિ મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યુ હતુ કે, ખરીફ વર્ષ- ૨૦૧૮માં આજદિન સુધી રૂ. ૨૭૬૪.૮૩ કરોડના પાકના દાવાઓ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ પાક વીમા દાવાઓની રકમ છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ખેડૂતો માટે સતત ચિંતા કરતી આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોને કારણે પ્રથમવાર એવું બન્યું છે કે તે જ નાણાકીય વર્ષમાં પાક વિમાના દાવા ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યા હોય.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પ્રધાન મંત્રી ફસલ બીમાં યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૧૯.૬૬ લાખ ખેડૂત અરજીઓ દ્વારા ૨૬.૧૨ લાખ હેકટર વિસ્તાર વીમા હેઠળ આવરી લેવામાં હતો જેમાં ખેડૂતો દ્વારા ભરવામાં આવેલ પ્રીમીયમ રૂ. ૪૦૨.૫૬ કરોડ, રાજય સરકાર ના હિસ્સા ની પ્રીમીયમ સહાય રૂ. ૧૩૬૯.૪૨ કરોડ અને કેન્દ્ર સરકાર ના હિસ્સા ની પ્રીમીયમ સહાય રૂ. ૧૩૬૯.૪૨ કરોડ મળી કુલ રૂ. ૩૧૪૧.૪૦ કરોડ પ્રીમીયમ પેટે થયેલ હતા જેની સામે રૂ. ૨૭૬૪.૮૩ કરોડ ના દાવાઓ કુલ ૧૦.૫૬ લાખ ખેડૂતો ને ચૂકવાયેલ હતા.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પ્રધાન મંત્રી ફસલ બીમાં યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ માં ખરીફ રૂતુ માં કુલ ૧૯.૨૧ લાખ ખેડૂત અરજીઓ દ્વારા ૨૫.૪૨ લાખ હેકટર વિસ્તાર વીમા હેઠળ આવરી લેવામાં આવેલ છે. જેમાં ખેડૂતો દ્વારા ભરવામાં આવેલ પ્રીમીયમ રૂ. ૪૨૬.30 કરોડ, રાજય સરકાર ના હિસ્સા ની પ્રીમીયમ સહાય રૂ. ૧૫૨૩.૯૯કરોડ અને કેન્દ્ર સરકાર ના હિસ્સા ની પ્રીમીયમ સહાય રૂ. ૧૫૨૩.૯૯ કરોડ મળી કુલ રૂ. ૩૪૭૪.૨૮ કરોડ પ્રીમીયમ પેટે થયેલ છે.

જેની સામે આજ દિન સુધી રૂ. ૮૧.૭૯કરોડ ના દાવાઓ કુલ ૬૮૮૬૩ ખેડૂતો ને ચૂકવાયેલ છે. જેમાં પ્રીવેન્ટેડ સોઇંગ ના દાવાઓ પેટે રૂ.૪૮.૫૧ કરોડ ૨૦૨૮૯ ખેડૂતોને, સ્થાનિક આપત્તિ ના દાવાઓ પેટે રૂ. ૩૩.૨૮ કરોડ ૪૮૫૭૪ ખેડૂતોનેચૂકવાયેલ છે. પાકા કાપણી અખતરા આધારિત દાવાઓ બાબતે પાક ઉત્પાદનની આકારણી ચાલુ હોય તેનું આખરીકરણ થયે થી ચૂકવવાપાત્ર દાવાઓ ચૂકવણી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.