Western Times News

Gujarati News

સિસ્કોએ ડિજિટલ ઇનોવેશન કરવા અદ્યતન ઇન્ટરનેટ માળખું ઊભું કરવાની યોજના જાહેર કરી

નવી દિલ્હી/બેંગલોર, સિસ્કોએ આજે નવા ઇન્ટરનેટનું નિર્માણ કરવા માટે એની ટેકનોલોજી સ્ટ્રેટેજી સાથે સંબંધિત વધારે વિગતોનો ખુલાસો કર્યો હતો – એની ડિઝાઇન હાલના માળખાની કામગીરી, આર્થિક અને વીજળીનાં ઉપભોગની મર્યાદાઓ વધારવા ડિજિટલ ઇનોવેશનને વેગ આપવા માટે બનાવવામાં આવી છે. એકથી વધારે વર્ષનો અભિગમ ધરાવતી સ્ટ્રેટેજી આગામી દાયકાઓમાં માટે ઇન્ટરનેટને પરિભાષિત કરે છે. સિસ્કોની આ સ્ટ્રેટેજી એપ્લિકેશન્સ બનાવવા અને સેવાઓ પૂરી પાડવા વિશ્વનાં ડેવલપર્સ માટેનો માર્ગ મોકળો કરવા પથપ્રદર્શક ટેકનોલોજી પ્રદાન કરે છે.

સિસ્કોએ લેટેસ્ટ ઇનોવેશન પ્રસ્તુત કર્યા છે, જેમાં ઉદ્યોગનું એકમાત્ર અને પ્રથમ પ્રકારનું નેટવર્કિંગ સિલિકોન આર્કિટેક્ચર સિસ્કો સિલિકોન વનTM; નવા સિલિકોન પર નિર્મિત વિશ્વનું સૌથી વધુ પાવરફૂલ કેરિયર ક્લાસ રાઉટર્સ નવી સિસ્કો 8000 સીરિઝ સામેલ છે તેમજ કંપનીએ ખરીદીનાં નવા વિકલ્પોની જાહેરાત કરી હતી, જે ગ્રાહકોને બિઝનેસ મોડલ્સને અલગ કરીને કંપનીની ટેકનોલોજીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે.

સિસ્કોનાં ચેરમેન અને સીઇઓ ચક રોબિન્સે કહ્યું હતું કે, ઇનોવેશન માટે રોકાણ, યોગ્ય ટીમ અને કામગીરીનાં મૂલ્યો સાથે સુસંગત વાતાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અમે 5જી યુગ માટે નવા ઇન્ટરનેટનું નિર્માણ કરવા ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકવા કટિબદ્ધ છીએ. સિલિકોન, ઓપ્ટિક્સ અને સોફ્ટવેરમાં અમારા લેટેસ્ટ સોલ્યુશન્સ સતત ઇનોવેશનનું પ્રતિનિધિત્વ કરે છે, જેના થકી અમે અમારા ગ્રાહકોને સ્પર્ધામાં મોખરે રહેવામાં તથા આગામી દાયકાઓમાં એમના ગ્રાહકો અને અંતિમ વપરાશકર્તાઓ માટે નવી, પથપ્રદર્શક સુવિધાઓ આપવા મદદ કરીએ છીએ.

ભવિષ્યના ઇન્ટરનેટ માટે બ્લોકનું નિર્માણ

આગામી દાયકામાં ડિજિટલ અનુભવો અદ્યતન ટેકનોલોજીઓ – વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી, 16કે સ્ટ્રીમિંગ, એઆઈ, 5જી, 10જી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, એડેપ્ટિવ અને પ્રીડિક્ટિવ સાયબરસીક્યોરિટી, ઇન્ટેલિજન્ટ આઇઓટી વગેરે સાથે મળશે, જેનું સંશોધન થવાનું હજુ બાકી છે. આ ભવિષ્યની ઉપયોગિતાઓ હાલનાં ઇન્ટરનેટ માળખાની ક્ષમતાથી વિશેષ રીતે સંચાલિત હશે, જેને વ્યવહારિક સમર્થન મળી શકે છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન સિસ્કોએ ટેકનોલોજી સ્ટ્રેટેજી અપનાવી છે, જે અમારા ગ્રાહકો માટે ઇન્ટરનેટ ઊભું કરશે, જે અદ્યતન ડિજિટલ દુનિયામાં તેમનાં વ્યવસાયોની ભવિષ્યની સફળતા માટે જરૂરી બનશે. ડિજિટલ પરિવર્તન થવાથી મુશ્કેલ સમસ્યાઓનું સમાધાન કરવાના ઉદ્દેશ સાથે આ સ્ટ્રેટેજી અદ્યતન ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ દોરી જશે, જેમાં સિસ્કોનાં અદ્યતન ઓપ્ટિક્સ સાથે નવા સિલિકોન આર્કિટેક્ચરનો સમાવેશ થયો છે. સિસ્કોની સ્ટ્રેટેજી ઇન્ટરનેટનાં નિર્માણ પાછળનું ઇકોનોમિક્સ બદલી નાંખશે, જે કેવી રીતે ભવિષ્યની માગને પૂર્ણ કરશે, ડિજિટલ ઉપયોગિતાને ટેકો આપશે અને ગ્રાહકોને તેમનાં વ્યવસાયોને વધારે સરળ અને વાજબી બનાવવા નેટવર્કનું સંચાલન કરવા સક્ષમ બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.