Western Times News

Gujarati News

ગોલ્ડન પાસપોર્ટ મેળવવા ભારતીય લોકોનો ધસારો

નવી દિલ્હી, આજકાલ ધનિક ભારતીયો Golden Passport મેળવવા માટે ધસારો કરી રહ્યા છે. હાલમાં ગોલ્ડન પાસપોર્ટ માટે જે કુલ અરજીઓ આવે છે તેમાં લગભગ ૧૦ ટકા હિસ્સો ભારતીયોનો છે. વર્ષ ૨૦૨૨માં ગોલ્ડન પાસપોર્ટની કુલ અરજીઓમાં ૯.૪ ટકા હિસ્સો ભારતીયોનો હતો. ગોલ્ડન પાસપોર્ટ મેળવવા માટે તમારે કોઈ દેશમાં નોંધપાત્ર ઈન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે અથવા ત્યાંની કંપનીમાં શેર ખરીદવા પડે છે.

તેની સામે તમને ઢગલાબંધ દેશોનું એક્સેસ મળી જાય છે અને બિઝનેસને ઝડપથી વિસ્તારી શકાય છે. જ્યારે કોઈ દેશમાં સારી એવી રકમનું રોકાણ કરીને તેના બદલામાં સિટિઝનશિપ મેળવવામાં આવે ત્યારે તેને ગોલ્ડન પાસપોર્ટ ફેસિલિટી કહેવામાં આવે છે. ભારતમાં બિઝનેસમેન કોમ્યુનિટી આ પાસપોર્ટ મેળવવામાં આગળ છે અને તેઓ સૌથી વધારે અરજીઓ કરે છે. તેમને ગોલ્ડન પાસપોર્ટની મદદથી પોતાનો બિઝનેસ ફેલાવવામાં પણ મદદ મળે છે. સામાન્ય રીતે એક લાખ ડોલરથી લઈને ૧૦ લાખ ડોલર સુધીના રોકાણ પર ગોલ્ડન પાસપોર્ટ મળી જાય છે.

ભારતીયો જ્યારે ઈન્ટરનેશનલ બિઝનેસ કરવા માગતા હોય અથવા વિદેશમાં કારકિર્દી બનાવવી હોય ત્યારે તેમને ટ્રાવેલની સમસ્યા સૌથી વધારે નડે છે. ભારતીય પાસપોર્ટ દ્વારા તમને માત્ર ૬૦ દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી મળે છે અને તેમાં પણ મોટા ભાગના સાધારણ દેશો હોય છે. એટલે કે ભારતીય પાસપોર્ટ અને તાજિકિસ્તાનનો પાસપોર્ટ બંને એક સરખા પાવરફૂલ છે. તેથી આધુનિક દેશોમાં જવું હોય તો ગોલ્ડન પાસપોર્ટ બહુ ઉપયોગી બને છે.

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પ્રોફેસર અને ગોલ્ડન પાસપોર્ટ વિશે બુક લખનારા ક્રિષ્ટિન સુરાક કહે છે કે તમે સેઈન્ટ કિટ્‌સ અથવા નેવિસ જેવા ટચૂકડા દેશ અથવા કોઈ કેરેબિયન દેશના સિટિઝન બની જાવ તો તમને ૧૫૭ દેશોમાં વિઝા ફ્રી એક્સેસ મળી શકે છે. તેમાં યુરોપિયન યુનિયન અને યુકે પણ સમાવિષ્ટ છે.

એટલે કે ભારતીય પાસપોર્ટની તુલનામાં ગોલ્ડન પાસપોર્ટ ઘણો વધારે શક્તિશાળી છે. તમારે કોઈ પ્લેનમાં તાત્કાલિક જવાનું હોય અથવા બિઝનેસ મિટિંગ માટે કોઈ દેશની સરહદ પાર કરવી હોય તો ગોલ્ડન પાસપોર્ટથી તમારું કામ આસાનીથી થઈ જાય છે.

ગોલ્ડન પાસપોર્ટ એ માત્ર ઝડપી ટ્રાવેલિંગ માટેનું સાધન નથી પરંતુ તે બિઝનેસમાં પણ ખાસ ઉપયોગી છે. અત્યારે જર્મની, સ્વીડન, સ્પેન, ફ્રાન્સ, ઈટાલી જેવા યુરોપિયન દેશો બિઝનેસ માટે બહુ મહત્ત્વના છે. કેટલાક લોકપ્રિય પાસપોર્ટમાં પોર્ટુગલ પણ સામેલ છે. તેની મદદથી સમગ્ર યુરોપિયન યુનિયનના દરવાજા ખુલી જાય છે. ગ્રેનેડાના પાસપોર્ટથી અમેરિકામાં વિઝા ફ્રી એક્સેસ કરી શકાય છે.

સાઈપ્રસના પાસપોર્ટથી ઈયુની સિટિઝનશિપ મેળવી શકાય છે. માલ્ટા પણ યુરોપિયન યુનિયનનો પાસપોર્ટ ઓફર કરે છે અને તેના દ્વારા કેટલાય આધુનિક દેશોમાં વિઝા-ફ્રી એક્સેસ શક્ય બને છે. જે લોકોએ ચીન સાથે બિઝનેસ કરવો છે તેમણે ડોમિનિકા અથવા ગ્રેનેડાના પાસપોર્ટ મેળવવા પ્રયાસ કરવો જાેઈએ કારણ કે તેનાથી ચીનને સરળતાથી એક્સેસ કરી શકાય છે. આ ઉપરાંત મહત્ત્વના માર્કેટમાં તાત્કાલિક વિઝા ફ્રી એન્ટ્રી પણ કરી શકાય છે. આ બધા એવા દેશો છે જ્યાં વર્લ્ડવાઈડ આવક પર કોઈ ટેક્સ નથી લાગતો. તેથી ગોલ્ડન પાસપોર્ટધારકો ફાયદામાં રહે છે.

આ ઉપરાંત આ બધા નાના દેશોમાં કેપિટલ ગેઈન ટેક્સ, ગિફ્ટ ટેક્સ, વેલ્થ કે વારસાનો કોઈ ટેક્સ નથી. તેથી હાઈ નેટવર્થ લોકોને ટેક્સમાં ઘણી બચત થાય છે. આ ઉપરાંત નોન-રેસિડન્ટ પર પણ કોઈ ટેક્સ નથી. તેના કારણે ધનાઢ્ય ભારતીયોમાં ગોલ્ડન પાસપોર્ટના આકર્ષણમાં વધારો થયો છે.

જે લોકોને મિડલ ઈસ્ટ કે યુરોપમાં બિઝનેસ કરવો છે તેમણે સ્વિસ અથવા પોર્ટુગીઝ પાસપોર્ટ મેળવી લેવો જાેઈએ કારણ કે તેનાથી કામ સરળ બની જાય છે. કેનેડાના પાસપોર્ટથી નોર્થ અમેરિકન બજાર ખુલી જાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ પણ ઉદ્યોગ જગતમાં ઘણો ઉપયોગી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.