Western Times News

Gujarati News

પાકિસ્તાન પોતાના લઘુમતિ લોકોની જ ચિંતા કરે : ભારત

નવીદિલ્હી: પાકિસ્તાન દ્વારા નાગરિક સુધારા બિલને (Comment of Pakistan on Citizen Amendment Bill -CAB) લઇને કરવામાં આવેલી ટિપ્પણી પર વિદેશ મંત્રાલય દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પાકિસ્તાનના વડાપ્રધાનના દરેક નિવેદન ઉપર અમને પ્રતિક્રિયા આપવાની કોઇ જરૂર નથી. રવિશકુમારે કહ્યું હતું કે, પાકના વડાપ્રધાન ઇમરાન ખાન (Pakistan Prime Minister Imran Khan) દ્વારા આપવામાં આવતા મોટાભાગના નિવેદન બિનજરૂરી હોય છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેન (Foreign Minister of Bangladesh Abdul Momen cancel his tour to India after CAB controversy) દ્વારા પોતાના ભારત પ્રવાસને રદ કરવાને લઇને પણ પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને આડેધડ નિવેદનબાજી કરવાના બદલે પોતાના દેશમાં લઘુમતિઓની સ્થિતિ  ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત ભારતના આંતરિક મામલા પર નિવદેનબાજી કરવાથી બચવાની જરૂર છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી દ્વારા ભારત પ્રવાસને રદ કરવાના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, તેઓએ ભારત યાત્રાને રદ કરવા માટે અનેક કારણો આપ્યા છે.

બાંગ્લાદેશથી અમારા ખુબ સારા સંબંધ રહેલા છે. બંને દેશોના નેતાઓ પણ કહી ચુક્યા છે કે, બંને દેશો વચ્ચે સંબંદોમાં સુવર્ણકાળ ચાલી રહ્યો છે. રવિશકુમારે કહ્યું હતું કે, બાંગ્લાદેશના વિદેશમંત્રીના નિવેદન ઉપર કેટલીક અસમંજસની સ્થિતિ  છે. વર્તમાન સરકારની અવધિમાં કોઇપણ ધાર્મિક અત્યાચારની સ્થિતિ નથી જે લોકો ભારતમાં શરણાર્થી તરીકે રહે છે તેમને ધાર્મિક આધાર પર અત્યાચારનો સામનો કરીને હવે રજૂઆત પણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.