Western Times News

Gujarati News

મુકેશ અંબાણીને ત્રીજીવાર જાનથી મારી નાખવાની ધમકી મળી

નવી દિલ્હી, એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને ત્રીજી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ ૪૦૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ પહેલા મુકેશ અંબાણીને બે વખત ધમકી મળી હતી. પ્રથમ વખત મુકેશ અંબાણી પાસેથી ૨૦ કરોડ રૂપિયાની અને બીજી વખત ૨૦૦ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

સોમવારે મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે જાે પોલીસ મને શોધી શકતી નથી તો તેઓ મારી ધરપકડ કરી શકશે નહીં. ત્રીજાે ધમકીભર્યો ઈમેલ પણ એ જ સરનામે આવ્યો છે જેમાંથી અગાઉના બે ધમકીભર્યા ઈમેલ આવ્યા હતા. ત્રીજા મેલમાં રકમ બમણી કરીને ૪૦૦ કરોડ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. દરમિયાન, મુંબઈ પોલીસ બંને મેલની તપાસ કરવામાં અને મોકલનારનું લોકેશન શોધવામાં વ્યસ્ત છે.

પોલીસે બેલ્જિયમની વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક કંપની તરફથી મોકલવામાં આવેલા ધમકીભર્યા મેઈલની માહિતી મેળવવા ઈન્ટરપોલની મદદ માંગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું આઈપી એડ્રેસ બેલ્જિયમનું છે અને આ મેઈલ [email protected] પરથી મોકલવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે ધમકી આપનાર વ્યક્તિ અન્ય દેશની હોઈ શકે છે. તે ગેરમાર્ગે દોરવા માટે બેલ્જિયન VPNનો ઉપયોગ કરી રહ્યું છે. અહેવાલ મુજબ ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે તમારી સુરક્ષા કેટલી કડક છે તેનાથી કોઈ ફરક પડતો નથી. પોલીસ મને ટ્રેક કરીને ધરપકડ કરી શકતી નથી.

આ ધમકી બાદ મુંબઈ પોલીસે અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે. અંબાણીના સુરક્ષા પ્રભારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ ૩૮૭ અને ૫૦૬ (૨) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

૨૭ ઓક્ટોબરે મુકેશ અંબાણીને પહેલો ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો અને બીજા દિવસે ૨૦૦ કરોડ રૂપિયાની માંગ સાથે બીજાે મેલ આવ્યો હતો. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં એક વ્યક્તિએ નાગપુર પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને ઉડાવી દેવાની ધમકી આપી હતી, ત્યારબાદ પોલીસે તરત જ એન્ટિલિયાની સુરક્ષા કડક કરી દીધી હતી.

૩૬૦ વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૩માં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી ધનિક ભારતીયનું બિરુદ ફરીથી મેળવ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડીને ભારતના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ હાંસલ કર્યું છે. હુરુન ઈન્ડિયા અને ૩૬૦ વન વેલ્થે આજે ૩૬૦ વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૩ બહાર પાડી છે. ભારતના સૌથી અમીર લોકોની આ ૧૨મી વાર્ષિક રેન્કિંગ છે. આ યાદીમાં ગૌતમ અદાણીની સંપત્તિ મુકેશ અંબાણીની સરખામણીમાં ઘણી ઓછી છે, કારણ કે જાન્યુઆરી દરમિયાન આવેલા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની નેટવર્થમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.