Western Times News

Gujarati News

ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં 63 હજાર પ્રાણીઓ અકસ્માતમાં મોતને ભેટયા

File

અકસ્માતે મોતને ભેટતા પ્રાણીઓમાં ૭૩ હાથી, ચાર સિંહ વગેરેનો સમાવેશ થાય છે

પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાના અનેક કેસો જાેવા મળે છે. જાહેર માર્ગો પર વાહનોની ટકકરથી મરતા પ્રાણીઓ ખાસ કરીને કુતરા બિલાડાના મૃતદેહો પર વાહનો સડસડાટ દોડી જાય છે. અને થોડા સમયમાં તો તેનો છુંદો બોલી જાય છે. નાના પ્રાણીઓ અકસ્માતમાં મરે છે. કેમકે તે અચાનક જ રોડ ક્રોસ કરતા હોય છે. પરંતુ એક અહેવાલ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ૬૩,૦૦૦થી વધુ પ્રાણીઓ અકસ્માતના કારણે મોતને ભેટયા છે.

અકસ્માતે મોતને ભેટતા પ્રાણીઓમાં ૭૩ હાથી, ચાર સિંહ વગેરેનો સમાવેશ થાય છે. હાથીઓ રેલવેની ટકકરથી મોતને ભેટે છે. રેલવેએ હાથીઓના મોતને બચાવવા સલામતીના પગલા પણ જાહેર કર્યા છે. છતાં તેનો અમલ થતો હોોય એમ લાગતું નથી. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ છે. પરંતુ તેનો અમલ ભાગ્યે જ થતો હોય એમ લાગે છે.

જયાં ચોકીદાર વિનાના રેલવે પ્લેટફોર્મ છે તે મૂંગા પ્રાણીઓ માટે મોતના દ્વાર બની ગયા મહીને કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયાએ ભારતીય રેલવે પરના પરફોન્સ પર આપેલા અહેવાલમાં ઉપરોકત મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. હાથીની ર૦૧૭માં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર ભારતમાં ર૯,૦૦૦ હાથીઓ છે. અને ર૦ર૦ની સિંહોની ગણતરી અનુસાર ગીર નેશનલ પાર્કમાં અંદાજે ૬૮૦ સિંહો છે.

દેશના છ ઝોનલ રેલવે ખાતાઓને ભારતના વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડે કરેલા સુચનો અનુસાર જુન-ર૦૧પમાં રેલવે મંત્રાલયે દરેક રેલવે ઓફીસરોને સુચનો સરકયુલેેટ કરી દીધા છે.

જયાં રેલવે જંગલોમાંથી પસાર થાય છે. ત્યાં પ્રાણીઓના મોત ખાસ કરીને હાથીઓના મોત અટકાવવા વિશેષ પગલાં લેવા જણાવાયું હતું. કેગના અહેવાલ અનુસાર ર૦ર૭-૧૮ અને ર૦ર૦-ર૧ દરમ્યાન પ્રાણીઓના અકસ્માતમાં ૬૩,ર૪પ કેસ બન્યા હતા.

જંગલોમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર હાથીઓના મોત અંગે જંગલ અને પર્યાવરણ મંત્રાલય અને કલાઈમેન્ટ ચેન્જ મંત્રાલયે સંયુકત રીતે મંજુર કરેલા મુદાઓને અમલી બનાવવાના આદેશ કરાયા હતા.

આ મુદાઓમાં રેલવે ટ્રેકની આસપાસ આવેલી તેમજ ફુટી નીકળેલી ઝાડીઓને દુર કરવી તેમજ રેલવે ટ્રેક પર ખાવાનું ફુડ વેસ્ટ વગેરે દુર કરવી તેમજ રેલવે ટ્રેક પર ખાવાનું ફુડ વેસ્ટ વગેરે દુર કરવું તેમજ એન્જીન ડ્રાઈવરોની સ્પીડ સ્લો રાખવાનું સુચન કરાયું હતું. રેલવે ટ્રેકની આસપાસની ઝાડી દુર કરવાનું મુખ્ય કારણ એ હતું કે આથી ઝડપથી ટ્રેક પરથી દુર થઈ શકે છે. તે માટે તેને સ્પેસ મળી શકે છે. રેલવે ડીર્પાટમેન્ટ માત્ર સરકયુલર કાઢીને સંતોષ માને છે. પરંતુ જયાં સૌથી વધુ હાથીના મોત થાય છે. તેવા ટ્રેક પર વિશેષ કાળજી લેવા માટેના પગલાં લેવામાં કે નહી તેનો ખાસ નોધ રાખવી પડશે. સરકયુલર પછી આવા ટ્રેક પર હાથી ઓછા મૃત્યુ પામવા એવો કોઈ ખાસ ફેરફાર દેખાતો નથી.

એવી જ રીતે ગીરનારના સિંહોને બચાવવા માટે પણ આયોજન કરાયું છે. અને રેલવેના ભાવનગર ડીવીનને પણ અગમચેતીના અનેક પગલાં સુચવાયા હતા. જેમાં રેલવેના સ્ટાફને દર જ મહીને તાલીમ તેમજ ટ્રેકની ફરતે એન્જીીન ડ્રાઈવરો માટે ગો સ્લોના સાઈન બોર્ડ મુકવાની વાતને પણ અમલ કરાયો છે.

હકીકત એ છે કે અકસ્માતમાં મૃત્યુ પામતા મુંગા પ્રાણીઓ પ્રત્યે થોડી માનવ સંવેદના હોવી જરૂરી છે. હાથી અને સિંહો માટે તો સરકાર જાગૃતિ બતાવી રહી છે. પરંતુ રોડ પર કચડાયાં પ્રાણીઓને બકચાવી શકાય છે. રોડ પરના કુતરાંને બચાવવા જતાં અનેક લોકોને હોસ્પિટલ ભેગા થવું પડયું છે તે પણ હકીકત છે. પરંતુ માનવામાં જેટલી બુધ્ધિ અને સંવેદના છે એવું પૃથ્વી પરના કોઈ બીજા જીવમાં નથી. જયારે રેલવે ટ્રેક પર ૭૩ હાથી મોતને ભેટે ત્યારે તેને રેલવે ડીપાર્ટમેન્ટની બેદરકારી સાથે જાેડીી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.