Western Times News

Gujarati News

જીવનશિલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઓનર ફંક્શનનું આયોજન

જીવનશિલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ કપડવંજમાં શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને સન્માનીત કરવા માટે સ્ટુડન્ટસ ઓનર ફંકશન ( વિદ્યાર્થી સન્માન સમારંભ ) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ વિપુલભાઈ પટેલ શ્રી નીતિનભાઈ પટેલ કેમ્પસ ડાયરેક્ટર ડૉ બંકિમભાઈ શાહના મુખ્ય મહેમાન પદ હેઠળ તેમજ શ્રી આર.કે.જાદવ સાહેબ ( પ્રિન્સિપાલ પી.આર.મુખી હા. સે ) શ્રી જય ચોકસી (  પ્રિન્સિપાલ પ્રાયમરી સ્કૂલ ) શ્રી મુકેશભાઈ બારોટ, શ્રી જેમ્સ ગામેતી ( પ્રિન્સિપાલ ) શ્રી પી.યૂ.વ્યાસ  તથા શાળા પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જેવી કે ફેશન શો માઇમ ડાન્સ મ્યુઝીક ઈન્સ્ટુમેન્ટસ પ્રેઝન્ટેશન તેમજ વિવિધ પ્રકારના પ્રદર્શન માં સક્રિય ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાને મુખરિત કરી હતી

મંચસ્થ મહિમાનો દ્વારા તથા વાલીઓ દ્વારા ચાલુ વર્ષે શાળાકીય પ્રવૃત્તિઓ ખેલ મહાકુંભમાં અન્ય રમતો મોં તથા SA- 1 પરીક્ષામાં  A1- A2 , B1 , B2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી સર્ટિફિકેટ અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.

બાળકો પ્રતિભાનો વિકાસ થાય તથા તેમની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેના સંદર્ભ માં કેમ્પસ ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ પટેલ સાહેબ અને કેમ્પસ ડાયરેક્ટર ડૉ બંકિમભાઈ શાહ સાહેબ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા

આ પ્રસંગે વાલી શ્રી ડૉ અરવિંદ ભાઈ સાહેબ અને બહેન શ્રીમતી મીનાબેન પંચાલે પણ પોતાના શાળા સાથેના ના અનુભવો રજુ કર્યા હતા અને જીવનશિલ્પ બાળક ના ઘડતર માટે કેમ જરૂરી છે

તેની ઊંડાણપૂર્વક રજુઆત કરી હતી  કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ બંકિમભાઈ શાહ સાહેબ દ્વારા તમામ સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માન્યો હતો પૂર્ણ કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું બદલ તમામ બાળકો નો શાળા પરિવારે બધાજ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.