સ્કૂલ ગેમ ફેડરેશન અંતર્ગત સોફ્ટ ટેનિસ સ્પર્ધા ખોખરા રમત-ગમત સંકુલ ખાતે યોજાઈ
સ્કૂલ ગેમ ફેડરેશન અંતર્ગત સીધી રાજ્યકક્ષાની શાળાકીય અં-૧૪,૧૭,૧૯ ભાઈઓ-બહેનોની સોફ્ટ ટેનિસ સ્પર્ધા ખોખરા રમત-ગમત સંકુલ ખાતે યોજાઈ
રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત સ્પર્ધામાં ૩૦૦ જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો
સ્કૂલ ગેમ ફેડરેશન અંતર્ગત સીધી રાજ્યકક્ષાની ભાઈઓ-બહેનોની સોફ્ટ ટેનિસ સ્પર્ધા ખોખરા રમત-ગમત સંકુલ, અમદાવાદ ખાતે યોજાઈ. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનું સંચાલન જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા કરવામાં આવેલું. સ્પર્ધામાં તમામ જિલ્લામાંથી અંડર ૧૪/૧૭/૧૯ ના ભાઈઓ અને બહેનોના ત્રણ વય જૂથમાં આશરે ૩૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો.
અત્રે નોંધનીય છે કે, આ સ્પર્ધામાંથી પસંદ થયેલ ખેલાડીઓનો નેશનલનો કેમ્પ યોજાય છે. આ ઉપરાંત, પસંદ થયેલ ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટેની તક મળે છે. આ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓને પૌષ્ટિક ભોજન, નિવાસ અને આવા-જવાના ભાડાની સગવડ અપાય છે તથા ભાગ લીધાનું સર્ટિફિકેટ પણ અપાય છે અને વિજેતાઓને મેરીટ સર્ટિફિકેટ આપવામાં આવે છે.