Western Times News

Gujarati News

ઝઘડીયાના મુલદ ઈસ્કોન મંદિર ખાતે બે દિવસની સત્સંગ સભા યોજાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડીયા તાલુકાના મુલદ ઈસ્કોન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભવાનામૃત સંઘ ભરૂચ દ્વારા બે દિવસીય સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદના સંનિષ્ઠ શિષ્ય પૂજ્ય ભકિત વિકાસ સ્વામી મહારાજ લંડનથી પધાર્યા હતા.આ પ્રોગ્રામમાં લગભગ ૨૦૦૦ જેટલા ભકતો ભોપાલ,પંજાબ,આસામ,પૂણે,ભુજ , જામનગર,સુરત,નવસારી અને ભરૂચના સ્થાનિક ભકતોએ ભાગ લીધો હતો.

જેમાંથી ૧૦૦ ભક્તોએ હરિનામ દીક્ષા ગ્રહણ કરી અને દીક્ષાના દિવસથી ભગવાનના આદેશ અનુસાર ચાર નિયમ માંસાહાર ના કરવો,જુગારના રમવો, કોઈ પણ પ્રકારનો નશો ના કરવો અને વ્યભિચાર ના કરવો અને હરે કૃષ્ણ મહામંત્રની નિયમિત ૧૬ માળાનું જાપ કરવાનો નિયમ લીધો હતો.

પૂજ્ય મહારાજ શ્રીના મુખારવિંદથી ભક્તોએ શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કર્યું હતું જેમાં મહારાજશ્રી દ્વારા વૈદિક સંસ્કૃતિનો આચાર પ્રચાર પ્રસાર તથા વિશ્વ કલ્યાણ હેતુ,વિશ્વ બંધુત્વ,સામાજિક સમસ્યાઓ તથા મનુષ્ય જીવનની દુરાલભાતા તથા કોમી એકતા હેતુ શ્રીમદ્‌ ભાગવતની શિક્ષાઓનું અધ્યયન તથા પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સત્સંગ સભામાં સમજાવ્યું કે દેશ દેશ વચ્ચે ના લડાઈનું કારણ પશુ હત્યા ગો હત્યા છે.જ્યાં સુધી ગો હત્યા બંધ નહિ થાય ત્યાં સુધી લડાઈઓ ચાલુ રહેશે.અંતમાં મહારાજ શ્રી એ વૈદિક સંસ્કૃતિ સાદુ જીવન ઉચ્ચ વિચાર,ગો રક્ષા,પ્રસાદ વિતરણ,શ્રીમદ્‌ ભાગવતમ અને ભાગવત ગીતા જેવા ગ્રંથોનું વિતરણ અને હરિનામ સંકીર્તન પર ભાર મૂક્યો હતો.સ્થાનિય ભકતોએ સ્વયં ભકતો માટે પ્રસાદ બનાવ્યો હતો.

ઈસ્કોન આંતરરાષ્ટ્રીય સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે ભગવદ ગીતા ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ અનુસાર જ્ઞાન પ્રદાન કરવાનું.આ જ્ઞાન માત્ર સાધુ સંતો માટે જ નથી દરેક જીવ માટે છે.

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે હરેક જીવ માટે ભગવત ગીતાનું જ્ઞાન જરૂરી છે.ભગવદ ગીતા જ્ઞાન મેળવવું ખૂબ મહત્વપૂર્ણ છે.સામાન્ય લોકો ગીતાના જ્ઞાન વગર પશુ જેવું જીવન ગુજારે છે.મંદિર જે અમે બનાવ્યા છે તે માત્ર પૂજા અને દાન ભંડારા માટે જ નથી પરંતુ જ્ઞાન પ્રદાન કરવા માટે છે.ઈસ્કોન ગામડે ગામ પહોંચ્યું છે કેમકે લોકોને જ્ઞાન અને પ્રેરણા ખૂબ જરૂરી છે.ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં લોકોના લોહીમાં કૃષ્ણ ભક્તિ રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.