Western Times News

Gujarati News

નિર્માણાધીન ટનલ તૂટતા 50થી વધુ શ્રમિકો ફસાયા

યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલ તૂટી, કામદારો માટે ઓક્સિજન પાઈપ અંદર સુધી પહોંચાડવામાં આવી

ઉત્તરકાશી,  દિવાળીના તહેવાર પર ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન એક ટનલ તૂટી ગઈ છે. આ અકસ્માતને કારણે ૫૦-૬૦ મજૂરો ટનલમાં ફસાયા છે. તેનું જીવન મુશ્કેલીમાં છે. કામદારોને સુરંગમાંથી સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. જેસીબી મશીન વડે ટનલ ખોલવાના પ્રયાસો હાથ ધરાયા છે.

મોડી રાત્રે સુરંગ તૂટી અને ત્યારથી મજૂરો તેમાં ફસાયા છે. આ અકસ્માત યમુનોત્રી નેશનલ હાઈવે પર થયો હતો. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટવાને કારણે થઈ હતી. દુર્ઘટનાના સમાચાર મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય તાત્કાલિક અસરથી શરૂ કરાયુ હતું. જાે કે હજુ સુધી કોઈના માર્યા ગયાના સમાચાર નથી. પરંતુ સુરંગમાં ફસાયેલા કામદારોનો જીવ જાેખમમાં છે. તેનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસો ચાલુ છે.

ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્રની ટીમો દ્વારા ઉત્તરકાશીમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કામદારોને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તેમને ઓક્સિજન સિલિન્ડર પણ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીના સમાચાર મુજબ તમામ કામદારો સુરક્ષિત છે.
તમને જણાવી દઈએ કે આજથી ૬ દિવસ પહેલા એટલે કે ૬ નવેમ્બરે ઉત્તરાખંડમાં વધુ એક અકસ્માત થયો હતો. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે લાઇન પ્રોજેક્ટની એક ટનલમાં આગ ફાટી નીકળી હતી.

તે સમયે સાઇટ પર ૪૦ લોકો કામ કરી રહ્યા હતા. ચીફ પ્રોજેક્ટ મેનેજર અજીત સિંહ યાદવે જણાવ્યું હતું કે આ ઘટના ટનલ નંબર ૧૫માં બની હતી. સદ્‌નસીબે આગ લાગતાની સાથે જ તમામ લોકોને ટનલમાંથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને અકસ્માત ટળી ગયો હતો. તમામ લોકો આગમાંથી સલામત રીતે બચી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.