Western Times News

Gujarati News

હત્યા કરી લૂંટેલા દાગીના મુંબઈમાં ગીરવે મુકવા આવેલા બેની ધરપકડ

દાગીના ઉપર લોહીના નાના ટપકા મળી આવ્યા

દાહોદ, દાહોદમાં તાજેતરમાં તારીખ રપમીના રોજ મિલાપ શાહ હત્યા પ્રકરણમાં પોલીસે બે યુવકોની ધરપકડ કરીને તેમના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ દરમિયાન મુંબઈમાં તપાસ વેળા પોલીસે મિલાપ પાસેથી લૂંટેલા દાગીના રિકવર કર્યા હતા. હત્યામાં શામેલ બે યુવકોએ મુંબઈના જ અન્ય બે યુવકોની મદદથી મુથુટ ફાઈનાન્સમાં દાગીના દોઢ લાખમાં ગીરવે મુકયા હતા. દાગીના રિકવર કરીને દાગીના ગીરવે મુકવામાં મદદ કરનાર યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

દાહોદ  શહેરના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા મિલાપ શાહની નેપાળના ધમબોજી ગામના સુરજ રમેશસિંહ કેશી દ્વારા ફલેટમાં છરાના ઘાતકી ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ પ્રકરણમાં પોલીસે સુરજ સાથે મુંબઈના બોઈસરના રણજીત રવિન્દ્રનાથ પોલની પણ ધરપકડ કરી હતી

દસ દિવસના રિમાન્ડ દરમિયાન પીઆઈ અનિરૂદ્ધ પઢિયાર સહિતનો સ્ટાફ સુરજ અને રણજીતને લઈને મુંબઈ ગઈ હતી ત્યાં તલસ્પર્શી તપાસ કરતાં મૂળ આંધ્રપ્રદેશના અને મુંબઈ બોઈસર ખાતે રહેતા રણજીતના મિત્ર રાજુ ઉર્ફે અન્ના રામારાવ વડકોલેનો આ બંનેનો સંપર્ક કર્યો હતો. દાગીનાનો નિકાલ કરવાની વાત કરતાં રાજુએ પોતાના મિત્ર રાજસ્થાનના મૂળ વતની અને મુંબઈ બોઈસર ખાતે રહેતા તેજસ સુશીલ મારૂનો સંપર્ક કર્યો હતો

તેજસનું બોઈસરમાં આવેલી મુથુટ ફાઈનાન્સમાં એકાઉન્ટ હતું ત્યારે તેજસે આ લૂંટેલી પોચી, ચેન અને વીંટી મુથુટ ફાઈનાન્સમાં દોઢ લાખ રૂપિયામાં ગીરવે રાખી હતી. દાહોદ પોલીસે આ દાગીના રિકવર કર્યા હતા.

મિલાપ પાસેથી દાગીના લુંટયા બાદ તે લોહીથી ખરડાયેલા હતા ત્યારે સુરજ અને રણજીતે તેને ધોઈ તો નાખ્યા હતા પરંતુ તે દાગીનાઓ ઉપર મિલાપના લોહીના ઝીણા રહી ગયેલા ઝીણા ટપકા તેઓ જાેઈ શકયા ન હતા સુરજ, રણજીત સાથે હત્યાના આ બનાવમાં રાજુ અને તજસ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.