Western Times News

Gujarati News

Worldcup2023: ભારતીય બેટ્‌સમેન અને બોલરોનો કંગાળ દેખાવ

વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિશ્વ વિજેતા-ઓપનર રોહિત શર્મા અને ગીલે વિકેટ ફેંકી દેતાં ભારતીય ટીમની મુશ્કેલીઓની શરૂઆત થઈ 

૨૪૦ રનમાં ભારતની ટીમ ઓલઆઉટ ઃ ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યાે: સદી ફટકારનાર હેડ મેન ઓફ ધ મેચ

અમદાવાદ, આઈસીસી વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદ અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન કમીન્સે ટોસ જીતીને ભારતીય ટીમને બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ચેમ્પિયયનશિપ મેચમાં જ ભારતીય બેટ્‌સના કંગાળ દેખાવથી ૫૦ ઓવરમાં ૨૪૦ રનમાં સમગ્ર ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ત્યારબાદ માર્સ અને સ્મીથ સસ્તામાં આઉટ થઈ જતાં ભારતીયો ખુશ થઈ ગયા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાના ઓપનર હેડે સમગ્ર બાજી સંભાળી લીધી હતી અને સદી ફટકારી ઓસ્ટ્રેલિયાની ટીમને વિજેતા બનાવી હતી. યજમાન ભારતની હાર થતાં કરોડો ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા.

મેચ પૂર્વે ભારતીય એરફોર્સના જવાનોએ એર શો યોજીને દર્શકોમાં આકર્ષણ જમાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં સવારના ૧૦ વાગ્યાથી પ્રેક્ષકો આવવાના શરૂ થઈ ગયા હતા અંદાજીત એક લાખ ૩૦ હજારથી વધુ દર્શકોએ સ્ટેડિયમમાં મેચ નિહાળી હતી. ફાઈનલ મેચમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજની મેચમાં બોલિવુડના ટોચના કલાકારો ઉપરાંત રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં આગેવાનો મેચ જાેવા આવ્યા હતા.

કમીન્સે ટોસ જીતીને ભારતીય ટીમને બેટીંગ કરવા આમંત્રણ આપ્યુંં હતું. ભારતીય ઓપનર શુભમ ગીલ સસ્તામાં આઉટ થતાં ભારતની શરૂઆત ખરાબ થઈ હતી. બીજા છેડે રોહિત શર્મા સ્ફોટક બેટીંગ કરતાં હતાં. પરંતુ તેમણે પણ ઝડપી રમવામાં પોતાની વિકેટ ગુમાવી દેતાં ભારતીય ટીમની મુશ્કેલીની શરૂઆત થઈ હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ એક છેડે બાજી સંભાળી હતી. પરંતુ સામે છેડે બેટીંગમાં આવેલા શ્રેયસ ઐયરે પણ પોતાની વિકેટ ફેંકી દેતાં ભારતીય ટીમને ત્રીજાે ફટકો લાગ્યો હતો. ત્યારબાદ બેટીંગમાં આવેલા કે.એલ. રાહુલે સંયમ પૂર્વક બેટીંગ કરી હતી.

પરંતુ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ ૫૦ રન કર્યા બાદ લાંબી ઈનીંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના પરિણામે ભારતીય ટીમના એક પછી ખેલાડીઓ આઉટ થવા લાગ્યા હતા. પીચ ૧૦ ઓવર પછી સ્લો થઈ જતાં ભારતીય ટીમના બેટ્‌સમેનો તેની ઉપર ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં તેના સ્થાને ટીમમાં સમાવવામાં આવેલા સૂર્યકુમાર યાદવ ફાઈનલ મેચમાં પણ નિષ્ફળ નિવડ્યો હતો.

જેના પરિણામે અંતિમ ઓવરોમાં રન વધુ બનાવવામાં ભારતીય ટીમ નિષ્ફળ નિવડી હતી. ભારતની સમગ્ર ટીમ ૨૪૦ રનમાં ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાને ૨૪૧ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને હેડે આક્રમક શરૂઆત કરી હતી. પરંતુ વોર્નર સસ્તામાં આઉટ થઈ જતાં દર્શકો ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ બેટીંગમાં ઉતરેલા માર્સ પણ પીચ ઉપર લાંબુ ટકી શક્યો ન હતો.

ઓસ્ટ્રેલિયાએ એક પછી એક વોર્નર, માર્સ અને ત્યારબાદ સ્મીથની વિકેટ ગુમાવતાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઉપર દબાણ વધી ગયું હતું. પરંતુ ટીમમાં રમવા આવેલા હેડે સમગ્ર બાજી સંભાળી લઈ એક છેડેથી રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. ચોથા ક્રમે બેટીંગમાં આવેલા લેંબુસને એક છેડા ઉપર સાવચેતી પૂર્વક ઊભા રહી વધુ વિકેટો પડતી અટકાવી હતી. જેના પરિણામે આ બંને બેટ્‌સમેનો ઓસ્ટ્રેલિયાની ટીમને જીત સુધી લઈ ગયા હતા.

ચાર વિકેટ પડ્યા પછી વધુ વિકેટો લેવામાં ભારતીય બોલરો નિષ્ફળ નિવડ્યા હતા. આ મેચમાં ભારતીય બેટ્‌સમેનોના કંગાળ દેખાવ બાદ બોલરોએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે ચૂસ્ત ફિલ્ડીંગ દ્વારા રનો બચાવ્યા હતા. જેના પરિણામે ભારતીય ટીમ માત્ર ૨૪૦ રનજ કરી શકી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોએ ધૈર્યપૂર્ણ રમત બતાવી હતી. ભારતીય ટીમ પ્રારંભથી જ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચમાં નબળી પૂરવાર થઈ હતી. ભારતીય બેટ્‌સમેનોએ અને ખાસ કરીને શુભમ ગીલ અને રોહિત શર્માએ વિકેટો ફેંકી દીધી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોએ કોઈપણ જાતના જાેખમ લીધા વગર રન બનાવ્યા હતા.

મેચમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર હેડને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન બનતાંજ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ નિરાશ થયા હતા. સ્ટેડિયમમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે કેટલાક દર્શકો નિરાશ થઈ મેચ પતે તે પહેલાં જ બહાર નીકળવા લાગ્યા હતા. આમ વનડે વર્લ્ડ કપમાં વધુ એક વખત ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર માદેી પણ રાજસ્થાનમાં સભા સંબોધ્યા બાદ અમદાવાદ આવી પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.