Western Times News

Gujarati News

પ્રથમ વખત ભારતની અર્થવ્યવસ્થા ચાર ટ્રિલિયન ડોલરને પાર થઈ

નવી દિલ્હી, ભારતીય અર્થવ્યવસ્થાને લઈને એક ખુશખબર સામે આવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. આર્થિક મોરચે આ એક મોટી સફળતા છે. પીએમ મોદીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આ એક ઐતિહાસિક વધારો છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્‌વીટ કર્યું છે કે ૧૮ નવેમ્બરે સવારે ૧૦.૨૪ વાગ્યે ભારતની જીડીપીનું કદ ૪ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આ સ્તરને સ્પર્શીને ભારત દેશની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો GDP ૭.૮ ટકા વધ્યો.

આરબીઆઈ ગવર્નરે હાલમાં જ દેશની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શક્તિકાંત દાસે કહ્યું છે કે આર્થિક ગતિવિધિઓને જાેતા કેટલાક પ્રારંભિક આંકડા સામે આવ્યા છે, જેના કારણે મને આશા છે કે નવેમ્બરના અંતમાં બીજા ક્વાર્ટર દરમિયાન આવનારા જીડીપીના આંકડા ચોંકાવનારા હશે. જાે દેશની ટોચની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો અમેરિકા ટોચ પર છે.

અમેરિકાની અર્થવ્યવસ્થા ૨૬.૭૦ ટ્રિલિયન ડોલર સાથે નંબર વન પર છે. પછી ચીન ૧૯.૨૪ ટ્રિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે. જાપાનનું નામ ૪.૩૯ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે, જર્મનીનું નામ ૪.૨૮ ટ્રિલિયન ડોલર સાથે ચોથા સ્થાને છે. ભારતનું નામ ૪ ટ્રિલિયન ડોલર સાથે ૫માં નંબર પર છે. તમને જણાવી દઈએ કે જર્મની અને ભારતની વચ્ચે હવે ખુબ ઓછું અંતર રહ્યું છે. કેન્દ્ર સરકારનો હવે આગામી લક્ષ્યાંક ૨૦૨૫ સુધી દેશની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાની છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.