Western Times News

Gujarati News

બુર્ઝ ખલીફા પર જાેવા મળી રણબીર કપૂરની ફિલ્મ એનિમલની ઝલક

સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો

રણબીર કપૂરે આ ખૂબસુરત પળોને કેમેરામાં કેદ કરી લીધી છે, એક્ટર બ્લેક ટી શર્ટ અને બ્લેક પેન્ટમાં નજરે પડે છે

મુંબઈ, રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એનિમલ’ને લઇને હાલમાં ફેન્સ ખૂબ ખુશ છે. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પહેલી વાર અનેક અલગ-અલગ શેડ્‌સમાં જાેવા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરે પહેલાંથી જ લોકોમાં એક્સાઇટમેન્ટ લેવલને બહુ હાઇ કર્યુ છે.

એવામાં દર્શકોને ફિલ્મના રિલીઝને લઇને હવે ઊંઘી ગણતરીઓ ગણાઇ રહી છે. આ ફિલ્મની ૬૦ સેકન્ડની ઝલક દુનિયાની સૌથી ઊંચી ઇમારત બિલ્ડિંગ દુબઇના બુર્ઝ ખલીફા પર જાેવા મળી છે. એનિમલના મેકર્સ ફિલ્મના પ્રમોશનને લઇને અનેક ઘણી તૈયારીઓ કરી લીધી છે. Glimpses of Ranbir Kapoor’s film Animal has been showed on Burj Khalifa

ફિલ્મ મેકર્સે ફિલ્મને લઇને કોઇ કસર છોડી નથી. એવામાં મેકર્સે ફિલ્મની ઝલક બુર્ઝ ખલીફા પર દેખાડવાનો પ્રયાસ કર્યો છે. જાે કે એક વિડીયો પણ સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આમાં જાેવા મળી રહ્યું છે કે ‘એનિમલ’નું ટ્રેલર બુર્ઝ ખલીફા પર દેખાડવામાં આવ્યુ છે. જ્યાં રણબીર કપૂર, બોબી દેઓલ અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર ઇમારતની સામે ઉભા રહીને આ પળોની મજા માણી રહ્યા છે. રણબીર કપૂરે આ ખૂબસુરત પળોને કેમેરામાં કેદ કરી લીધી છે. એક્ટર બ્લેક ટી શર્ટ અને બ્લેક પેન્ટમાં નજરે પડે છે.

https://twitter.com/AnimalTheFilm/status/1725741128761389545

જ્યાં બોબી દેઓલ ગ્રે ટ્રાઉઝર અને વ્હાઇટ ટી-શર્ટમાં નજરે પડે છે. જાે કે આ બન્ને એક્ટર હેન્ડસમ દેખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં ફિલ્મનું ટીઝર જારી કરવામાં આવ્યુ હતુ. આ વાતને લઇને દર્શકોમાં હાલમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. દર્શકો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ વાતને લઇને ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. નોંધનીય છે કે ‘એનિમલ’ ફિલ્મમાં રણબીર રફ એન્ડ ટફ લુકમાં નજરે પડશે.

ફિલ્મમાં પહેલી વાર રણબીરની સાથે રશ્મિકા મંદાના રોમાન્સ કરતા જાેવા મળશે. જ્યારે અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જાેવા મળશે. જ્યારે બોબી દેઓલની વાત કરવામાં આવે તો એ વિલેનના રૂપમાં જાેવા મળશે. ફિલ્મ ૧ ડિસેમ્બરના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.

આ ફિલ્મનું નવુ એક સોન્ગ અર્જન વૈલી રિલીઝ થઇ ગયુ છે. આ ગીતમાં રણબીરનો ખુંખાર અંદાજ જાેઇને તમે ખુશ થઇ જશો. આ ગીતમાં રણબીરની દમદાર એક્શન જાેઇને લોકો ફિદા થઇ ગયા છે. એનિમલ મુવીનું નવું ગીત અર્જન વૈલી માત્ર એક ટ્રેક નહીં, પરંતુ આ સેન્ટ્રલ કેરેક્ટરના મનમાં ચાલી રહેલી એક યાત્રા અને ઇન્ટેન્સિટીની એક ઝલકને દર્શાવે છે. ભૂપિંદર બબ્બલનો દમદાર અવાજ એમના દ્રારા લખવામાં આવેલા બોલ અને મનન ભારદ્રાજની ઉત્કૃષ્ટ કમ્પોઝીશનની સાથે આ ટ્રેક ફિલ્મમાં રણબીર કપૂર દ્રારા નિભાવવામાં આવેલા અહમ રોલના કેરેક્ટર ડેવલપમેન્ટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

અર્જન વૈલી એક લિરિકલ જર્ની છે જે રણબીર કપૂર દ્રારા નિભાવવામાં આવેલ ભૂમકાની પ્રતિબિંબિત કરે છે અને એક સંગીતમય કૃતિ બનાવે છે જે દમદાર છે. જાે કે આ સોન્ગ જાેઇને તમને પણ મુવી જાેવા જવાની ઇચ્છા થઇ જશે. આ ટ્રેક એનિમલના સારને દર્શાવે છે જે નિશ્વિતરૂપથી રણબીર કપૂરના જીવનની યાદગાર ભૂમિકાઓમાંથી એક છે. આ સંગીતમય પેશકેશની સાથે એનિમલ પ્રત્યે લોકોએ ઉત્સુક્તા દર્શાવી છે..

https://twitter.com/imvangasandeep/status/1725800816731468213

આ ક્લાસિક સાગાનું નિર્માણ પ્રસિદ્ધ નિર્માતા ભૂષણ કુમારે કર્યુ છે અને આ સિનેમેટિક માસ્ટરપિસમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ, અનિલ કપૂર જેવા ટોપના કલાકાર નજરે પડશે. આ ફિલ્મ ૧ ડિસેમ્બરના રોજ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમમાં રિલીઝ થવા માટે તૈયાર છે. એનિમલનું નિર્માણ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી સીરીઝ, મુરાદ ખેતાનીના સિને સ્ટૂડિયો અને પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાળી પિક્ચર્સ દ્રારા કરવામાં આવી છે. આમ વાત કરવામાં આવે તો હાલમાં એનિમલ મુવીની હાલમાં ચારેબાજુ ચર્ચાઓ થઇ રહી છે. એનિમલ મુવીને લઇને હાલમાં દર્શકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. એનિમલ મુવી હવે રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યાં અનેક લોકો રાહ જાેઇને બેઠા છે.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.