Western Times News

Gujarati News

ગાઝામાં અલ શિફા હોસ્પિટલની નીચે 55 મીટર લાંબી ટનલ મળી

(એજન્સી)જેરૂસલેમ, ઈઝરાયલ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં દાવો કરાયો છે કે ગાઝામાં આવેલી અલ શિફા હોસ્પિટલની નીચે ૫૫ મીટર લાંબી ટનલ આવેલી છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે ગાઝામાં ટનલ, બંકરનું એક મોટું નેટવર્ક છે. જાેકે હમાસે આ વાતને ફગાવી દીધી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિર્દેશક મુનીર એલ બાર્શે ટનલ પર ઈઝરાયલી સૈન્યના એક નિવેદનને જુઠ્ઠો ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે હું આઠ દિવસથી હોસ્પિટલમાં જ છું અને ત્યાં આવું કંઈ જ નથી. હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ યથાવત્‌ છે. ઈઝરાયલ સતત ગાઝામાં આવેલા હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા એક સાથે ૫૦૦૦ રોકેટ ઝિંકાયા બાદથી આ ભયંકર યુદ્ધની શરૂઆત થઈ હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.