Western Times News

Gujarati News

આજે ઝારખંડમાં અમિત શાહ ઝંઝાવતી પ્રચારમાં

પૂર્વોત્તરમાં ભારે હિંસા વચ્ચે શાહનો શિલોંગ પ્રવાસ રદ
નવીદિલ્હી, નાગરિક સુધારા બિલને લઇને છેડાયેલા વિવાદનો ઉકેલ આવી રહ્યો નથી. પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના શિલોંગ કાર્યક્રમને રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. તેઓ નોર્થઇસ્ટ પોલીસ એકેડેમીમાં ભાગ લેવા જનાર હતા. જા કે, મંત્રાલય તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટ વાત કરવામાં આવી નથી. પ્રવાસને રદ કરવા માટે કોઇ નક્કર કારણ આપવામાં આવ્યા નથી. અમિત શાહ આવતીકાલે અને સોમવારના દિવસે ઝારખંડમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરનાર છે. તેમના પ્રવાસને રદ કરવા માટેના કારણ દર્શાવવામાં આવ્યા નથી.

પરંતુ એમ માનવામાં આવે છે કે, ઉત્તર પૂર્વીય રાજ્યોમાં તંગદિલીના પરિણામ સ્વરુપે ગૃહમંત્રાલય દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે. બુધવારના દિવસે નાગરિક સુધારા બિલ પાસ થયા બાદથી ઉત્તરપૂર્વીય રાજ્યોમાં તંગદિલીની Âસ્થતિ જાવા મળી રહી છે. નાગરિક સુધારા બિલ પાસ થયા બાદથી હિંસા જારી છે જેના ભાગરુપે મેઘાલય અને આસામમાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. દરમિયાન આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યુ છે કે રાજ્યમાં હિંસામાં ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન અને અન્ય સ્થાનિક સંગઠનોની સંડોવણી છે. મેંઘાલય અને આસામના કેટલાક ભાગોમાં સંચારબંધી જારી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની અપીલ બાદ ત્રિપુરામાં દેખાવો ખતમ થઇ ગયા છે પરંતુ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે.

આસામમાં તો તમામ સ્કુલ અને કોલેજાને ૨૨મી ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી હોવા છતાં તેની અસર દેખાઇ નથી. પોલીસ અને સેનાના જવાનોની તૈનાતી હોવા છતાં પણ સંચારબંધીનો સતત ભંગ કરવામાં આવી રહ્યો છે. દેખાવકારોએ ગઇકાલે મોડી રાત્રે યાત્રીઓથી ભરેલી એક ટ્રેનને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આસામમાં હિંસામાં બે લોકોના મોત થઇ ચુક્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.