Western Times News

Gujarati News

અટલ બિહારી વાજપેયીના બાળપણની વાર્તાઓ પર આધારિત &TVનો શો ‘અટલ’

યુફોરિયા પ્રોડક્શન્સ નિર્મિત  શોમાં વ્યોન ઠક્કર યુવા અટલ તરીકે જોવા મળશે, નેહા જોશી અટલની માતા કૃષ્ણા દેવી વાયપેયી તરીકે, આશુતોષ કુલકર્ણી પિતા કૃષ્ણ બિહારી વાજપેયી, મિલિંદ દસ્તાને દાદા શ્યામ લાલ વાજપેયી તરીકે,

રાહુલ જેઠવા મોટો ભાઈ અવધ બિહારી વાજપેયી, આર્ય જોશી સાળી તરીકે, અવધની પત્ની પ્રિયાંશુ ગાંધી સદા બિહારી વાજપેયી તરીકે, સક્ષમ શૃંગીરિશી પ્રેમ બિહારી વાજપેયી અને અલીના ઊર્મિલા બિહારી વાજપેયી, અલાઈન કમલા બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે ~

મુંબઈ: ભારત ઈતિહાસમાં અનેક વડા પ્રધાન પરિવર્તનકારી નેતાઓ તરીકે ઊભરી આવ્યા. તેમણે ઉત્તમ ધ્યેય સાથે મહત્ત્વપૂર્ણ અવસરો થકી રાષ્ટ્રની ધૂરા સંભાળી. તેમની મુદતમાં દેશના ભાગ્યને આકાર આપનારા અને વૈશ્વિક પ્રભાવની આગળ રહેવા તેને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ વ્યૂહાત્મક ધ્યેય અને નક્કર કૃતિઓ થકી આ આગેવાનોએ ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કરીને અભૂતપૂર્વ સફળતા અને પ્રગતિના યુગની વ્યાખ્યા કરનારો અતુલનીય વારસો છોડ્યો છે. આવા મહત્ત્વપૂર્ણ આગેવાનમાંથી એક અટલ બિહારી વાજપેયી પણ હતા. &TV launches ‘Atal’, narrating the untold stories of Shri Atal Bihari Vajpayee’s childhood

અટલ બિહારી વાજપેયી પ્રભાવશાળી શાસક હતા અને ભારતીયોમાં તેમનું ઉચ્ચ સન્માન છે. એન્ડટીવી તેના નવા શો અટલ થકી તેમના બાલપણનાં અકથિત પાસાંને લાવવા માટે સુસજ્જ છે. યુફોરિયા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત શો ભારતના ભાગ્યને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા આગેવાનાં રચનાત્મક વર્ષોમાં ઊંડાણથી ડોકિયું કરાવે છે. ભારતમાં બ્રિટિશ રાજની પાર્શ્વભૂમાં સ્થાપિત શો અટલ બિહારી વાજપેયીના બાળપણની બારીકાઈમાં ડોકિયું કરાવે છે, જે તેમને આગેવાનમાં ઘડનારી ઘટનાઓ, માન્યતાઓ અને પડકારો પર પ્રકાશ પાડે છે.

વાર્તારેખા તેમની માન્યતાઓ, મૂલ્યો અને વિચારધારાથી ઊંડાણથી પ્રભાવિત તેમની માતા સાથે તેમના સંબંધો આલેખિત કરે છે. એક બાજુ ભારત બ્રિટિશ રાજમાં ગુલામીનો સામનો કરી રહ્યો હતો અને બીજી બાજુ સંપત્તિ, જાતિ અને ભેદભાવના આંતરિક વિભાજનનો સામનો કરી રહ્યો હતો. અટલનાં માતા એક ભારતનું સપનું જોતાં હતાં. આ વાર્તારેખા નમ્ર શરૂઆત પછી ભારતના સૌથી પ્રતિષ્ઠિત આગેવાનમાંથી એક બનેલી અટલ બિહારી વાજપેયીની પ્રેરણાત્મક વાર્તા કહે છે.

એન્ડટીવી પર નવા શો અટલ વિશે એન્ડટીવીના બિઝનેસ હેડ વિષ્ણુ શંકર કહે છે, “એન્ડટીવીમાં અમે અમારા દર્શકો સાથે ઊંડાણથી જોડાણ સાધે અને તેમને પોતીકી અને અર્થપૂર્ણ લાગે તેવી વાર્તાના કથન થકી તેમને પ્રેરણા આપે છે. અમારી નવી ઓફર અટલ શ્રી અટલ બિહારી વાજપેયીનાં રચનાત્મક વર્ષોની રોચક વાર્તા છે. તેમની છબિ નામાંકિત આગેવાન, કવિ અને વક્તા તરીકે દરેકને જ્ઞાત છે, પરંતુ તેમના બાળપણ વિશે મોટા ભાગના લોકો અજાણ છે. આ વાર્તા તેમના વહેલા અનુભવ અને તેમની માન્યતાઓ તથા મૂલ્યોને આકાર આપનારા પડકારો અને તેમને આગેવાન અને માનવીમાં ઘડનારાં પાસાં પર અજોડ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. અમે અમારા દર્શકો સાથે આ વાર્તા આદાનપ્રદાન કરવા માટે સન્માનિત લાગણી અનુભવી રહ્યા છીએ અને અમને આશા છે કે તેઓ મનોરંજિત અને પ્રેરિત થશે.”

શોના નિર્માતા યુફોરિયા પ્રોડક્શન્સના આરવ જિંદલે  ઉમેર્યું કે, “શ્રી અટલ બિહારી વાજપેયી વાકછટા અને સૂઝબૂઝના બાદશાહ હતા. તેમણે ભારતીય રાજકારણમાં અમીટ છાપ છોડી છે. રાજકીય સૂઝબૂઝ, અંગત ખૂબીઓ અને રાષ્ટ્રના કલ્યાણ માટે મજબૂત કટિબદ્ધતા સાથે તેઓ ભારતના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય આગેવાનમાંથી એક તરીકે ઊભરી આવ્યા હતા. વાજપેયીએ આપણાં સાંસ્કૃતિક મૂળિયાં સાથે સુમેળ સાધીને રાજકીય ફલકને નવો આકાર આપ્યો હતો.

આર્થિક વૃદ્ધિ પ્રેરિત કરનારા શાસક તરીકે તેમણે વિવિધ ઘટકો વચ્ચેનું અંતર દૂર કરીને લોકોની સરાહના પ્રાપ્ત કરી હતી. તેમના નિર્ણયોથી મજબૂત સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિ સાથે ભારતની વૈશ્વિક છાપ સમૃદ્ધ બની હતી. વાજપેયીની સમાવેશક આગેવાની, પ્રગતિ અને એકતાને પ્રોત્સાહન રાજકીય સીમાઓને પાર કરીને કાયમી પ્રેરણાસ્રોત બની છે. અમારો શો અટલ આજની પેઢીને તેમની અકથિત બાળપણની વાર્તા કહીને તેમના સમકાલીન વારસા અને જાદુઈ વ્યક્તિત્વ સાથે જોડે છે.”

અટલ શોના લેખક શાંતિ ભૂષણ કહે છે, “શ્રી અટલ બિહારી વાજપેયીએ આપણા સાંસ્કૃતિક વારસામાં નવું પરિપ્રેક્ષ્ય વાવીને ભારતીય રાજકારણને નવો આકાર આપ્યો હતો. ભારતીય મૂલ્યો અને પરંપરા સાથે તેમના ઊંડાણથી જોડાણે મુખ્ય પ્રવાહના રાજકારણને અજોડ ઓળખ આપી છે. વાજપેયીનો રાજકીય વારસો દેશ અને દેશભક્તિ માટે ગૌરવ, પ્રેમ પર રચાયો હોઈ એક ભારત માટે પાયો રચાયો છે. આજની વૈશ્વિક દુનિયામાં આપણી ઓળખ અને રાષ્ટ્રવાદનું સંવર્ધન મોટો પડકાર છે. અમારો શો અટલનું લક્ષ્ય આજની પેઢીને પ્રેરણા આપવાનું હોઈ વૈશ્વિક મંચ પર દેશના ગૌરવને જાળવી રાખતા વિચારોને પોષવા માટે મંચ પૂરું પાડે છે. વાજપેયીના જીવનની વાર્તા રોચક છે, જે આજના યુવાનોને ભારતની સાંસ્કૃતિક સ્વર્ણિમતા અને નોંધપાત્રતા માટે વૈશ્વિક સ્તરે યોગદાન આપવા માટે આજના યુવાનોને માર્ગદર્શન આપે છે.”

યુવા અટલ તરીકે ભૂમિકા વિશે બોલતાં વ્યોમ ઠક્કર કહે છે, “મને અટલની ભૂમિકા ભજવવા મળી તેનાથી ભારે રોમાંચિત છું અને આભારવશ પણ છું. મેં આપણાં ઈતિહાસનાં પુસ્તકોમાં અને મારા વાલીઓ પાસેથી તેમના વિશે સાંભળ્યું છે, પરંતુ એક દિવસ ટેલિવિઝન શોમાં તેમના બાળપણની ભૂમિકા ભજવવા મળશે એવી ક્યારેય કલ્પના કરી નહોતી!”

કૃષ્ણા દેવી વાજપેયીની ભૂમિકા પર વિગત આપતાં નેહા જોશી કહે છે, “મને અટલની માતા કૃષ્ણા દેવીની મહત્ત્વની ભૂમિકા ભજવવા મળી તે સન્માનજનક લાગે છે. કૃષ્ણા દેવી ઈતિહાસ અને રાજકારણ માટે મજબૂત જોશ ધરાવતાં હોવા છતાં તેમના પતિ વાજપેયીજીના સમર્પિત સમર્થક રહ્યાં હતાં. તેમના જીવનનો ધ્યેય પતિની પસંદગીઓની પડખે મજબૂતીથી ઊભી રહીને પરિવારમાં ભાઈચારો જાળવી રાખવાનો હતો.

મજબૂત ઉકેલ અને ઘેરી ધાર્મિક ભાવનાઓ સાથે તેઓ શાંતિપૂર્વક રીતે બ્રિટિશ રાજનો વિરોધ કરીને ભારતની આઝાદી ચાહતાં હતાં. કૃષ્ણા દેવી તેમના પુત્ર અટલને આકાર આપનારો પાયો હતાં. તેમણે અટલમાં મજબૂત ધ્યેય અને જૈસે થે સ્થિતિને બદલવા માટે સ્વાભાવિક ઝુકાવ કેળવ્યાં હતાં. તેઓ દુનિયા સામે પોતાનો અભિપ્રાય જાહેર નહીં કરતાં પરંતુ તેમનો વહાલો દેશ ભારત ગુલામીમાંથી મુક્ત થાય તેવી ઊંડાણથી ઈચ્છા ધરાવતાં હતાં. પરિવાર પ્રત્યે તેમને મજબૂત કટિબદ્ધતા, બ્રિટિશ રાજના દબાણ સામે અકથિત વિરોધ અને પુત્રના ભાગ્યને આકાર આપવામાં પ્રભાવશાળી ભૂમિકા કૃષ્ણાને અપવાદાત્મક પાત્ર બનાવે છે.”

કૃષ્ણ બિહારી વાજપેયીની ભૂમિકા વિશે આશુતોષ કુલકર્ણી કહે છે, “પડદા પર યુવા અટલના પિતાની ભૂમિકા ઊજવવી તે મારે માટે ગૌરવશાળી અવસર છે. 1930માં કટ્ટર શિક્ષક અને રાષ્ટ્રવાદી કૃષ્ણ બિહારી વાજપેયીઓ ચાર પુત્ર અને ત્રણ પુત્રી સાથે બ્રાહ્મણ પરિવારની આગેવાની કરી હતી. સમર્પિત રાષ્ટ્રવાદી કૃષ્ણ બિહારી ભારતમાં બ્રિટિશ શક્તિઓ વિરુદ્ધ લડવા સહકાર અને સન્માન માટે હિમાયત કરીને ભારતમાં બ્રિટિશ રાજને નાબૂદ કરવામાં ભારપૂર્વક વિશ્વાસ ધરાવતા હતા. પરિવાર માટે તેમની આકાંક્ષાઓ શિક્ષણમાં ઊંડાણથી ખૂંપેલી છે, જે અંગ્રેજીમાં નિપુણતા, શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને સરકારી રોજગાર મેળવવા પર ભાર આપતા હતા.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.