Western Times News

Gujarati News

ગુજરાતી ઈન્વેસ્ટર્સ માટે ધીરજના ફળ મીઠાં,હજારો રૂપિયાના રોકાણ સામે કરોડોની કમાણી

એક મહિલાના પિતાએ ૧૯૯૦ના દાયકામાં ૮૦૦૦ના શેર ખરીદ્યા હતા, આજે કિંમત ૭૫ લાખ થઈ

અમદાવાદ,શેરબજારમાં એવું કહેવાય છે કે જે ધીરજ રાખવા તૈયાર હોય છે તે પૈસાદાર બની શકે છે. ગુજરાતમાં ઘણા રોકાણકારો માટે આ વાત એકદમ સાચી સાબિત થઈ છે. ઘણા ઈન્વેસ્ટરો એવા છે જેઓ ક્વોલિટી શેરો ખરીદીને વર્ષો સુધી નહીં પણ દાયકાઓ સુધી બેસી રહ્યા છે જેના કારણે અમુક હજારના રોકાણની સામે આજે તેમને કરોડો રૂપિયા મળી શકે છે. શેરબજારમાં માત્ર અનુભવીઓ અને માર્કેટની ચાલને સમજતા લોકો જ કમાઈ શકે છે એવું નથી.

સારા શેરો ખરીદીને તમે માત્ર બેસી રહો તો પણ સારું વળતર મળી શકે છે. ભક્તિ જાધવ આવા જ એક રોકાણકાર છે જેના પિતાએ ૧૯૯૦ના દાયકામાં એક ઓઈલ અને ગેસ કંપનીના માત્ર ૮૦૦૦ રૂપિયાના શેર ખરીદ્યા હતા. અત્યાર સુધીમાં આ શેરની વેલ્યૂ ૯૦,૦૦૦ ટકા વધી ગઈ છે અને તેમના આઠ હજાર રૂપિયાના શેરની બજાર કિંમત ૭૫ લાખ રૂપિયા થઈ ગઈ છે.

ભક્તિ જાધવ કહે છે કે મારા પિતા સોમાભાઈ જાધવ એક કંપનીમાં કામ કરતા હતા અને તે કંપનીના કર્મચારી તરીકે શેર ખરીદ્યા હતા. અમારી આર્થિક સ્થિતિ સારી હતી તેથી અમારે ક્યારેય શેર વેચવાની નોબત આવી જ નહીં. કોવિડના વર્ષોમાં મને લાગ્યું કે મારે શેર વેચીને મારી માતાની સારવારમાં રૂપિયાનો ઉપયોગ કરવો જાેઈએ. છતાં મેં શેર વેચવાનું ટાળ્યું. ભક્તિ આજે ૪૬ વર્ષના છે અને તેઓ આ કંપનીના ૩૬૦૦ શેર હોલ્ડ કરે છે.

આવું લોંગ ટર્મ ઈન્વેસ્ટર ઘણા ગુજરાતી શેરધારકોને ફળ્યું છે. યામીની ચોક્સી પણ આવા જ એક રોકાણકાર છે જેમણે પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવીને એક મલ્ટિનેશનલ કંપનીના ૧.૨૫ લાખ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આજે બજારમાં તે શેરની કિંમત ૧.૫૦ કરોડ રૂપિયા થાય છે. એટલે કે તેમને ૧૧,૯૦૦૦ ટકાથી વધારે રિટર્ન પ્રાપ્ત થયું છે. યામીની ચોક્સી કહે છે કે, “મારા પતિના
મૃત્યુ પછી મેં બેન્ક હ્લડ્ઢ કરાવી હતી જેની વેલ્યૂ ૧.૨૫ લાખ જેટલી હતી.

મારા એક સ્વજનની ભલામણના આધારે મેં બેન્ક હ્લડ્ઢ તોડાવી અને બધા રૂપિયા શેરબજારમાં રોકી દીધા. મેં નક્કી કર્યું કે માત્ર ઈમરજન્સીની સ્થિતિમાં જ તે નાણાંનો ઉપયોગ કરવામાં આવશે. સારું થયું કે મારે ક્યારેય તે શેર વેચવાની જરૂર ન પડી. તેના કારણે આજે શેરની વેલ્યૂ આટલી બધી વધી ગઈ છે. એક સ્ટોક બ્રોકિંગ કંપનીના ઝોનલ હેડ વિરલ મહેતા કહે છે કે, લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટના કારણે તેમને ચક્રવૃદ્ધિ દરે વળતર મળે છે જેનાથી ચમત્કારિક પરિણામો મળી શકે છે.

આવા રોકાણકારોમાં અદભૂત ધીરજ હોય છે અને તેઓ ક્યારેય પોતાના પોર્ટફોલિયોને ડિસ્ટર્બ નથી કરતા. રાજેશ શાહ નામના રોકાણકારે ૧૯૯૮માં એક હ્લસ્ઝ્રય્ કંપનીમાં માત્ર ૧૫૦૦ રૂપિયાના શેર ખરીદ્યા હતા. તેના પર અત્યાર સુધીમાં તેમને ૨૯,૯૦૦ ટકા વળતર મળ્યું છે અને તે શેરની વેલ્યૂ ૪૫ લાખ રૂપિયા જેટલી થઈ ગઈ છે. તેઓ કહે છે કે, “મેં સારું વળતર મેળવવા માટે લોંગ ટર્મ વિઝન સાથે આ સ્ટોક્સ ખરીદ્યા હતા.

એક વખત પરિવારમાં લગ્નપ્રસંગ માટે અથવા મકાન ખરીદવા માટે મેં શેર વેચવાનો વિચાર કર્યો હતો. પરંતુ ત્યાર પછી સ્ટોક્સ વેચ્યા વગર જ મારું કામ થઈ ગયું અને શેર મારી પાસે જ રહ્યા. અમદાવાદસ્થિત એક સ્ટોક બ્રોકર ગુંજન ચોક્સી જણાવે છે કે ઘણા રોકાણકારો બ્લૂ ચિપ શેરોમાં દાયકાઓ સુધી હોલ્ડિંગ જાળવે છે અને આજીવન ક્યારેય શેર નથી વેચતા. તેઓ પોતાના સંતાનોને વારસામાં પોર્ટફોલિયો આપતા જાય છે.

કેટલાક રોકાણકારોએ ડિમેટ એકાઉન્ટ ફરજિયાત થયું ત્યાં સુધી ફિજિકલ સર્ટિફિકેટ તરીકે શેર જાળવી રાખ્યા હતા. તેઓ કહે છે કે નવી પેઢીના રોકાણકારો વોલેટેલિટીમાંથી કમાવામાં માને છે. તેઓ ઝડપથી કમાણી કરવા માટે ઈન્ટ્રા ડે ટ્રેડિંગ કરે છે જ્યારે પરંપરાગત ઈન્વેસ્ટર્સ લાંબા ગાળા માટે ઈન્વેસ્ટમેન્ટ કરવામાં માને છે.ss1

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.