Western Times News

Gujarati News

સાબરડેરી ૧૮૯ ભરતી પ્રકરણ : ભરતી પ્રક્રિયા મુલત્વી રાખવા રાજ્ય રજીસ્ટ્રારનો હુકમ

જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ કહ્યું સત્યનો વિજય 

સાબરડેરી દ્વારા ૧૮૯ વિવિધ જગ્યાઓ માટે બહાર પડેલી ભરતીમાં ઉમેદવાર દીઠ ૧૫  થી ૨૫ લાખનું ઉઘરાણું કરવામાં આવતું હોવાનો આક્ષેપ ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલે કરવાની સાથે ભરતી પ્રક્રિયામાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હોવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી લઈ રાજ્ય અને જીલ્લા રજીસ્ટ્રારમાં લેખિત રજુઆત કરી હતી.

અન્ય ત્રણ ફરિયાદ પણ થતા જીલ્લા રજિસ્ટ્રારના અહેવાલના આધારે રાજ્ય રજીસ્ટ્રારે ભરતી પ્રક્રિયામાં અનેક વિસંગતાઓ હોવાનું ટાંકી આ ભરતી પ્રક્રિયાની તપાસ જરૂરી હોય ચોક્સી અધિકારીની નિમણુંક કરી ચોક્સી અધિકારીનો અહેવાલ રજુ થયા બાદ નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા મુલત્વી રાખવાના આદેશ થી ખળભળાટ મચી ગયો છે અરવલ્લી જીલ્લાના ડેમાઈ જીલ્લા પંચાયત સીટના યુવા સદસ્ય કીર્તિ પટેલે સત્યનો વિજય થતા ખુશી વ્યક્ત કરી હતી


બીજીબાજુ ઇલોલ દૂધ મંડળીએ સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિવાદાસ્પદ બનેલી સાબરડેરીની ૧૮૯ કર્મચારીઓની ભરતી નિયામક મંડળના સભ્યોએ જરૂરિયાત મંદ ઉમેદવારો પાસેથી અઢળક નાણાં લઈ નોકરી આપવાનો વાયદો કર્યો કરી સત્તાવાળાઓએ લેખિત પરીક્ષા લીધી હતી.

સમગ્ર ભરતી પ્રક્રિયામાં કૌંભાંડ આચરવામાં કરવામાં આવ્યું હોવાનું માની ભરતી પ્રક્રિયા અટકાવવા હાઈકોર્ટમાં ધા નાખી હતી જે અંગે શુક્રવારે થયેલી સુનવણી બાદ વધુ સુનવણી તા.૨૦ ડિસેમ્બરે હુકમ કરતા ભરતી પ્રક્રિયામાં મલાઈ તારવી લેવા મથતા અને લાખ્ખો રૂપિયા આપી ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપનાર નોકરી ઈચ્છુકોના પેટમાં તેલ રેડાયું છે હાલ સાબરડેરીએ ૧૮૯  કર્મચારીઓની ભરતી પ્રક્રિયા અટકવી દીધી છે.

સાબરડેરીએ ૧૭ ઓક્ટોમ્બર ૨૦૧૯ ના રોજ ૧૮૯ વિવિધ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથધરી હતી જેમાં ગેરરીતિ આચરવામાં આવી હોવા અંગે ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ સહીત ૪ પક્ષએ ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કરતા જેના અનુસંધાને જીલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપાયા બાદ ભરતી પ્રક્રિયા માટે કોઈ તજજ્ઞ અથવા આ પ્રકારની કામ કરતી નિષ્ણાત કામગીરી સોંપાઈ નથી તજજ્ઞોને એક્સપર્ટ કમિટીમાં સમાવેશ ન કરવો પેપર સેટિંગ અને પેપર ચકાસણી સંઘના જ અધિકારીઓને સોંપવી સિલેબસ નક્કી કરવામાં આવ્યો ન હતો

પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા ન હોવા બારકોડ ન હોવા સહીત અનેક ક્ષતિઓ બહાર આવતા પ્રથમ દ્રષ્ટિએ ભરતી પ્રક્રિયા પારદર્શક થઇ ન હોવાનું જણાવી રાજ્ય રજીસ્ટ્રાર બીજલ શાહે કલમ-૮૪ (૪) અન્વયે ભરતી પ્રક્રિયા મુલત્વી રાખવા મનાઈ હુકમ ફરમાવી અને ભરતી પ્રક્રિયાની તપાસ કરવા ચોક્સી અધિકારી તરીકે યુ.એમ.વાસણવાળા (સંયુક્ત- રજીસ્ટ્રાર ફડચા) ની નિમણૂકનો હુકમ કરતા બંને જિલ્લાની સહકારી સંસ્થાઓમાં ખળભળાટ મચી ગયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.