Western Times News

Gujarati News

પાટણના સરસ્વતી તાલુકાના ગામડાઓમાં તોફાની વરસાદ સાથે વાવાઝોડું

આમ તો ચોમાસાની વિદાય થઈ ચૂકી છે.પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે પશુધન તેમજ ઊભા પાકને ભારે નુકશાન થઇ રહ્યુ છે. આ નુકસાન ના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખેતી પાકના નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.ક્યારે સરસ્વતી તાલુકા સરીયદ ગોલીવાડા. સાંપ્રા. ઉંદરા . સોટાવડ લોધી.મેલુસણ. ચારૂપ. નાયતા. કાંસા .બેપાદર.કોઇટા .વડીયા. કાલોધી. જેવા ગામડાઓમાં સીધા પટ્ટામાં વાવાઝોડું નીકળ્યું.હતું.

ભારે પવન સાથે વરસાદ ઝીંકાતા વૃક્ષ ધરાશાયી થતા પશુધનને ભારે નુકશાન થયું હતું.અને કેટલાક પશુઓ મરણ પામ્યા હતા.એરંડા વરીયાળી જીરૂ ઘઉંના વાવેતર અને વ્યાપક નુકસાન થયું છે આ મહામૂલ્ય પશુધન ના મોતથી ખેડૂતો અને લોકો નિરાધારબન્યાછે.અચાનક આવા હવામાન પલટાના કારણે કુદરત સામે ખેડૂતો પણ લાચાર બની રહ્યા છે.આ થયેલા કુદરતી નુકસાનમા સરકાર મદદ કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.