Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પરમીટ વગરના 50 ઢોર જપ્ત કર્યા: રખડતા 88 ઢોર પકડ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  રખડતા ઢોર પોલિસી નિયંત્રણ અંતર્ગત  1 ડિસેમ્બર થી શહેરમાં લાયસન્સ-પરમિટ વગર પશુ રાખી શકાતા નથી. જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઢોરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં શહેરના નરોડા, મેઘાણીનગર, ઓઢવ, વિરાટનગર અને આદિનાથ નગર સહિતના વિસ્તારોમાંથી કુલ 50થી વધુ ઢોર લાયસન્સ વિનાના મળી આવ્યા હતા. જેને સીએનસીડી વિભાગ દ્વારા જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા હવે આ ઢોરને છોડવામાં આવશે નહીં.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ રખડતા ઢોર નિયંત્રણ પોલીસી 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી હતી. જેમાં પશુમાલિકોને શહેરમાં પશુ રાખવા હોય તો લાયસન્સ અથવા પરમીટ લેવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જેની તારીખ 30 નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ હતી. આજે 1 ડિસેમ્બરથી શહેરમાં લાયસન્સ અને પરમિટ વિનાના પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

વિવિધ 22 જેટલી ટીમો અને દરેક ઝોનની ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. શુકવાર સાંજે 5 વાગ્યા સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી 50 જેટલા પશુઓ લાયસન્સ વિનાના મળી આવ્યા હતા જેને સીએનસીડી વિભાગની ટીમ દ્વારા જપ્ત કરી અને ઢોર વાળા માં મૂકવામાં આવ્યા છે હવે આ પશુઓ  માલિકને પરત આપવામાં આવશે નહીં કારણકે હવે શહેરમાં લાયસન્સ કે પરમિટ હોય તો જ પશુ રાખી શકાય છે.

પશુ માલિકો પાસે લાયસન્સ ન હોવા થી તેઓના ઢોર જપ્ત કરી લેવાયા છે આ ઢોર હવે શહેર બહાર મોકલી આપવામાં આવશે. એ પણ પશુ માલિક પાસે ઢોર રાખવા માટે જગ્યા નથી તેવા પશુઓને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગની ટીમ દ્વારા પકડવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડી વિભાગની ટીમો દ્વારા રોડ ઉપર રખડતા ઢોર પકડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી કુલ 88 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લઇ પશુ રાખવાના સ્થળોની ચકાસણી છારાનગર, મણીનગર, ભુલાભાઇ પાર્ક, મજુરગામ, રામોલ, વાડજ, રાણીપ, ભાર્ગવ રોડ, શીલજ, બોપલ, હેબતપુર, મકરબા,

સરખેજ રોજા, ચિલોડા રોડ, લાંભા, હાટકેશ્વર, મેધાણીનગર, કલાપીનગર, અસારવા, ચમનપુરા, વણઝાર ગામ, ઉજાલા સર્કલ, એસ.જી.હાઇવે, કુબેરનગર, બળીયાકાકા, ગોમતીપુર, પટેલમીલ, રખિયાલ, ચાંદખેડા, માધુપુરા, શાહપુર, દરીયાપુર, ભાડજ, પુમા, આંબલી, પુનીતનગર, નિકોલ, ગંગોત્રી સર્કલ, નારણપુરા, દિલ્હી દરવાજા, ગોતા, સોલા, જીવરાજ, જોધપુર, શ્યામલ, પ્રહલાદનગર, નરોડા, સૈજપુર ટાવર, મણીનગર, વટવા,

ઈસનપુર, અમરાઇવાડી, ગોમતીપુર, તપોવન સર્કલ, રાયપુર, સારંગપુર, ખાડીયા, સિંધુભવન, મુઠીયાગામ, પીપલજ, બાપુનગર, વસ્ત્રાલ, કાલુપુર, મેમ્કો, વાસણા, સરદારનગર, એરપોર્ટ, જશોદાનગર, રબારી વસાહત, સીટીએમ, પાલડી, ભાર્ગવ, સાયન્સ સીટી, ઓગણજ, ખોખરા, ગોવિંદવાડી, નારોલ, એલીસબ્રીજ, વલ્લભસદન, શાહીબાગ, આનંદનગર, રાજીવનગર, નોબલનગર, ઉસ્માનપુરા, બોડકદેવ, વિસત, મોટેરા, ડમરૂસર્કલ, રાણીપ, ગીતામંદિર, મેમનગર, નવરંગપુરા, ચાણકયપુરી, શાસ્ત્રીનગર, ઇશ્વરનગર, બાકરોલ, ઘોડાસર તથા ગેબનશાહ આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ પશુઓ પકડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.