Western Times News

Gujarati News

પ્રાંતિજના ધડી ખાતે આચાર્યની બદલીને લઇને વિધાર્થીઓએ ગામમાં રેલી યોજી

(ફોટા મનુભાઇ નાયી  પ્રાંતિજ )

પોસ્ટરો- સુત્રોચ્ચારો સાથે બદલી રોકવા વિધાર્થીઓ ની ગામમાં રેલી નિકળી  .
શાળા છુટક બાદ વિધાર્થીઓએ ગામમાં રેલીયોજી  .
એચ ટાટ ફાજલ પડેલ આચાર્ય ની પડખે  મૌછા બાદ ધડી ખાતે પણ આચાર્ય ની પડખે વિધાર્થીઓ .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકા માં એચ ટાટ ના આચાર્ય  ફાજલ પડવાને લઇને ફાજલ પડવાની ધટના એ જોર પકડયું છે જેમાં આચાર્ય ની બદલી રોકવા પ્રાંતિજ ના મૌછા પ્રાથમિક શાળા ના વિધાર્થીઓએ ધારાસભ્ય ને આવેદનપત્ર આપ્યું તો ધડી પ્રાથમિક શાળા ના બાળકોએ ગામમાં પોસ્ટરો સુત્રોચ્ચારો સાથે રેલી કાઢી.

સરકારી પ્રાથમિક શાળા ઓમાં સંખ્યા ની ધટ પડતા એચ ટાટના આચાર્ય ફાજલ પડતા પ્રાંતિજ તાલુકા માં આવેલ મૌછા પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા તેમણા આચાર્યની બદલી રોકવા પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના તલોદ ખાતે આવેલ નિવાસ્થાને પોહચી ગયા હતાં અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આચાર્યની બદલી રોકવા આવેદનપત્ર આપ્યું હતું તો પ્રાંતિજ ના ધડી ખાતે પણ ધડી પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા તેમણા આચાર્ય ની બદલી રોકવા શાળા છુટયા પછી ધડી ગામમાં પોસ્ટરો સુત્રોચ્ચારો સાથે રેલીયોજી હતી અને આચાર્ય ની બદલી રધ કરવા રજુઆતો કરી હતી તો માંગ નહી સ્વિકારવામા આવે તો શાળા ને તાળા બધી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.