Western Times News

Gujarati News

કેનેડાએ ૧ ડિસેમ્બરથી સ્ટડી પરમિટ માટે નવું ફોર્મ જારી કર્યું

નવી દિલ્હી, કેનેડાએ પહેલી ડિસેમ્બરથી સ્ટડી પરમિટ માટેના ફોર્મમાં કેટલાક ફેરફાર કર્યા છે. ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (આઈઆરસીસી) એ જણાવ્યું કે પહેલી ડિસેમ્બરથી સ્ટડી પરમિટ એપ્લિકેશન માટે એક નવું વર્ઝન આવી ગયું છે. જેને ૈંસ્સ્૧૨૯૪ ફોર્મ પણ કહેવામાં આવે છે. હવેથી બધા લોકોએ સ્ટડી પરમિટ માટે આ ફોર્મનો જ ઉપયોગ કરવાનો રહેશે.

જૂના વર્ઝનનું ફોર્મ સ્વીકાર કરવામાં નહીં આવે. જે લોકો કેનેડામાં કોઈ પણ માન્યતાપ્રાપ્ત સંસ્થામાં છ મહિના કરતા વધુ સમય માટે એકેડેમિક, પ્રોફેશનલ, વોકેશનલ અથવા અન્ય કોર્સ કરવા માગતા હોય તેમણે આ ફોર્મ ભરવાનું રહેશે. તમે કેનેડાની સ્ટડી પરમિટ માટે અરજી કરો તે અગાઉ તમારી પાસે માન્યતાપ્રાપ્ત સંસ્થાનું લેટર ઓફ એક્સેપ્ટન્સ હોવું જરૂરી છે.

૨૦૨૪ માટે નવા ટ્રસ્ટેડ ઈન્સ્ટિટ્યૂશન ફ્રેમવર્કની જાહેરાત કરી છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામને મોડર્નાઈઝ કરવા માટે આ ફ્રેમવર્ક એક મુખ્ય ઘટક છે. તાજેતરના વર્ષોમાં કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. વધુને વધુ સ્ટુડન્ટ કેનેડિયન સ્ટડી પરમિટ માટે અરજી કરે છે. ડિસેમ્બર ૨૦૨૨ના અંતમાં તો આ સંખ્યા ૩.૨૦ લાખ સુધી પહોંચી ગઈ હતી.

વર્ષ ૨૦૨૧માં નોંધાયેલા આંકડાની સરખામણીમાં ૨૦૨૨માં ૪૭ ટકાનો વધારો થયો હતો. કેનેડામાં તમારી કોલેજ શરૂ થાય તેનાથી કેટલા વહેલા આવી શકાય તે માટે કોઈ ટાઈમલિમિટ નક્કી નથી. છતાં તમારી પાસે પૂરતો સમય હોય અને એકેડેમિક પ્રોગ્રામ શરૂ થાય તે અગાઉ બધી વ્યવસ્થા કરી શકાય એટલા વહેલા આવવું જાેઈએ. તમે ફ્લેક્સિબલ રહેશો તો નવા વાતાવરણમાં સરળતાથી સેટલ થઈ શકશો. આ ઉપરાંત કેનેડા પહોંચ્યા પછી તમારે કેટલીક જરૂરી એરેન્જમેન્ટ પણ કરવાની હશે. તેથી ક્લાસિસ શરૂ થાય તેનાથી થોડા દિવસ અગાઉથી પહોંચી જાવ.

કેનેડામાં તમે સ્ટડી શરૂ થઈ જાય તેનાથી વહેલા પહોંચી જાવ તો પણ ત્યાં કામ નહીં કરી શકો. કાયદા પ્રમાણે તમારો કોર્સ સત્તાવાર રીતે શરૂ થાય ત્યાર પછી જ તમે કેમ્પસમાં અથવા કેમ્પસની બહાર જાેબ શરૂ કરી શકશો. કેનેડામાં એડમિશન લીધા પછી ડેઝિગ્નેટેવ કોલેજ કે યુનિવર્સિટીમાં બદલવી હોય તો ચોક્કસ પગલાં લેવા જરૂરી છે. તમારી સ્ટડી પરમિટની અરજી સ્વીકારાઈ ગઈ હોય અને તમારે ઈન્સ્ટિટ્યૂટ બદલવી હોય તો તમારે નવી સ્ટડી પરમિટની અરજી કરવી પડશે. નવી એપ્લિકેશનમાં તમારે નવી સંસ્થામાંથી ફ્રેશ લેટર ઓફ એક્સેપ્ટન્સ લેવો પડશે. તમારે નવી અરજી માટે તમામ જરૂરી ફીનું પેમેન્ટ પહેલેથી કરવું પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.