Western Times News

Gujarati News

સંજેલી કાળિયાહેર કેનાલ સાફ સફાઈ  વગર પાણી છોડાતાં ખેતરમાં પાણી ધુસીયા

(ફોટો ફારૂક પટેલ)

સંજેલી: ઝાડી જાખરા ઉગી નીકળતા પૂરતુ પાણી પણ મળતું નથી  કાળિયાહેર સિંચાઇ તળાવમાંથી  કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર પાણી છોડાતાં ખેતરોમાં પાણી ઘૂસ્યા  સંજેલી 14 12 ફારૂક પટેલ સંજેલી તાલુકામાં આવેલ  કાળીયા હેર સિંચાઇ તળાવમાંથી નહેર દ્વારા ખેડૂતોને ખેતી માટે આપવામાં આવતું પાણીની કેનાલમાં ઠેર ઠેર ઝાડી જાખરા અને ગાબડા પડી ગયા  છતાં પણ સાફ સફાઈ કે મરામત કર્યા વગર પાણી છોડાતા આસપાસના ખેતરોમાં પાણી ઘુસી જતાં ખેડૂતોને ભારે નુકસાનિ વેઠવાનો આવ્યો

 ગુજરાતભરમાં ચાલુ વર્ષે મેઘરાજાએ મન મૂકીને વરસતા ખેડૂતોને ખેતીના પાકને ભારે નુકસાની થઇ હતી ત્યારે ખેડૂતોને આશા હતી કે શિયાળુ પાક મબલક થશે ત્યારે સંજેલી તાલુકામાં ડોકી ગામે આવેલા કાળીયાહેર તળાવમાંથી નહેર દ્વારા ખેડૂતોને શિયાળાના પાક માટે સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવે છે આ કેનાલ મા ઠેર ઠેર ગાબડાં અને ઝાડી જાખરા ઉગી નીકળ્યા છે

નહેર નિ મરામત કે સાફ સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવાતાં આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો કરાવ્યો છે ઝાડી ઝાખરા તેમજ ગાબડાને કારણે દૂર સુધી પાણી ન જતાં કેટલાય ખેડૂતોને પાણી વિના પાક સુકાવા ભીતી સેવાઇ રહી છે ત્યારે આ નહેરની વહેલી તકે સાફ સફાઇ કરવામાં આવે તેમજ ગાબડાને પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે

બોક્સ     એક વર્ષ અગાઉ જ કોન્ટ્રાક્ટર દ્વારા નહેર ને રિપેર કરવામાં આવી હતી પરંતુ હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાતાં એક વર્ષમાં જ તૂટી જતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે

જવાબ  સંજેલી ખાતે સિંચાઈ કેનાલ  દ્વારા પાણીના નાણાં લઇ ખેડૂતોને પાણી આપવામાં આવે છે તે નહેરમાં ઠેર ઠેર ઝાડી જાખરા અને ગાબડા પડી જતાં સાફ સફાઇ કે મરામત કર્યા વગર જ પાણી અપાતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેમજ દૂર સુધી પૂરતા પ્રમાણમાં પાણી પણ મળતું નથી  ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક નિયતની સફાઇ કરી યોગ્ય પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવે તે જરૂરી છે
Copyright © All rights reserved. | Developed by Aneri Developers.