Western Times News

Gujarati News

ટ્‌વીટર પર અમિતાભ અને સોનાક્ષી સૌથી ચર્ચામાં રહ્યા

મુંબઇ, તમામ કલાકારો સોશિયલ મિડિયા પર જારદાર રીતે સક્રિય રહે છે. તેમના મારફતે કલાકારો તેમની પ્રતિક્રિયા આપતા રહે છે. ટ્‌વીટર ઇન્ડિયા મારફતે હેશ ટેગની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે મનોરંજન જગતમાં કોણ કોણ કલાકારો ટ્‌વીટરના કારણે ચર્ચામાં રહ્યા છે તેની યાદી તૈયારા કરવામાં આવે તો આમાં મહાનાયક અમિતાબ બચ્ચન અને સોનાક્ષી સિંહા સૌથી આગળ રહ્યા છે.

અમિતાબ બચ્ચન અને સોનાક્ષી સિંહા સૌથી ફેવરીટ રહ્યા છે. તેમના દ્વારા સતત ટ્‌વીટ કરવામાં આવ્યા છે. ફિમેલ કલાકારોની વાત કરવામાં આવે તો પ્રથમ સ્થાન પર સોનાક્ષી સિંહા છે. જ્યારે બીજા સ્થાન પર અનુશ્કા શર્મા રહેલી છે. ટ્‌વીટરમાં ટોપ ટેનની વાત કરવામા આવે તો લતા મંગેશકર, પ્રિયંકા ચોપડા અને આલિયા ભટ્ટ સામેલ છે. પુરૂષ કલાકારોની વાત કરવામાં આવે તો યાદીમાં અમિતાભ બચ્ચન પ્રથમ સ્થાન પર છે. અમિતભા બાદ અક્ષય કુમાર બીજા સ્થાન પર રહ્યો છે. સોનાક્ષી સિંહા સૌથી વધારે ચર્ચાસ્પદ રહી છે.

તે સતત ફિલ્મોમાં નજરે પડી રહી છે. તેની પાસે હાલમા દબંગ-૩ ફિલ્મ છે. જે હવે રજૂ થવાની તૈયારીમાં છે. આ વર્ષે હજુ સુધી સૌથી વધારે ટ્‌વીટ કરનાર કલાકારોમા અમિતાભ બચ્ચન અને સોનાક્ષી સિંહા રહેલી છે.સોનાક્ષી સિંહા હાલમાં સલમાન ખાન સાથે કામ કરી રહી છે. તેની પાસે અન્ય ફિલ્મો પણ રહેલી છે. તે હાલમાં મિશન મંગલ ફિલ્મમાં રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.