Western Times News

Gujarati News

હમાસને ખતમ કરવા તમામ તાકાત લગાવી દઈશુંઃ IDF પ્રવક્તા

હમાસ સંગઠને બંધકોની મુક્તFનો અસ્વીકાર કરતા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને યુદ્ધ પસંદ કર્યાનો રિયર એડમિરલ ડેનિયલ હગરીનો દાવો

(એજન્સી)નવી દિલ્હી, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ સમાપ્ત થયા બાદ ફરી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયુ છે. આ વચ્ચે આઈડીએફના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગરીએ જણાવ્યું કે, અમે આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દઈશું.

હગરીએ કહ્યું કે, અમે હમાસનો ઉત્તર ગાઝામાં પીછો કર્યો અમે હવે અમે તેમનો દક્ષિણ ગાઝામાં પીછો કરી રહ્યા છે. અમે હમાસ આતંકવાદીઓ વિરુદ્ધ વધુમાં વધુ તાકાતનો ઉપયોગ કરીશું. અમારી સેનાએ ૭ દિવસના યુદ્ધ વિરામની પસંદગી કરી હતી જેનાથી ગુપ્ત માહિતીની સમીક્ષા કરી શકાય. હમાસે આ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. હવે અમે આ નવા યુદ્ધમાં પોતાની ભૂલોમાંથી શીખેલા પાઠનો પ્રયોગ કરીશું.

૧ ડિસેમ્બરે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ હગરીએ કહ્યું કે હમાસ સંગઠને બંધકોની મુÂક્તનો અસ્વીકાર કરતા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને યુદ્ધ પસંદ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે હમાસ વિરુદ્ધ યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યા છે. આતંકવાદી સંગઠને બંધક બનાવવામાં આવેલી મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાનો ઈનકાર કરી દીધો છે. હમાસે ઈઝરાયેલના ઘરો પર રોકેટ પણ છોડ્યા છે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે આતંકવાદી સંગઠને યુદ્ધ પસંદ કર્યું છે.

હગરીએ કહ્યું કે, સાત ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.આ દરમિયાન તેઓ અમારા અનેક નાગરિકોને બંધક બનાવીને લઈ ગયા હતા. હજું પણ લગભગ ૧૩૭ લોકોને તેમણે બંધક બનાવીને રાખ્યા છે. આઈડીએફ પ્રવક્તાએ આંતરરાષ્ટÙીય સંગઠન પર બંધકોની મુÂક્ત માટે મદદ માંગી છે. આ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયમાં મંત્રી મંડળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાનની સાથે આઈડીએફચીફ ઓફ સ્ટાફ, રાષ્ટÙીય સુરક્ષા કાઉÂન્સલ પ્રમુખ, મોસાદના પ્રમુખ, શિન બેટના પ્રમુખ અને રક્ષા મંત્રી યોવ ગેલેંટ પણ સામેલ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.