Western Times News

Gujarati News

મોત કઈ રીતે અને ક્યાંથી ટપકે એનું ઠેકાણું નહિ : શૌચક્રિયા કરતા વિકલાંગ પર ટેન્કર મોત બની ખાબક્યું 

અરવલ્લી :અરવલ્લી જીલ્લામાં અકસ્માતમાં મોત નિપજાવાની ઘટનાઓનો ગ્રાફ સતત ઉંચકાઈ રહ્યો છે મોડાસા-શામળાજી રોડ પર આવેલા ટીંટોઈ ગામ નજીક એકટીવા પર પસાર થતા બે વ્યક્તિઓ શૌચક્રિયા માટે ઉભા રહ્યા હતા મોડાસા તરફથી આવતી ટેન્કરનું ટાયર ફાટતા ટેન્કર પલટી ખાતું ખાતું શૌચક્રિયા કરવા ઉભેલા બે વ્યક્તિઓ પર ખાબકતા એક વ્યક્તિ વિકલાંગ હોવાથી દોડી ન શકતા ટેન્કર સાથે ઢસડાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની કરુણતા તો એ હતી કે મોત સામે હતું પરંતુ વિકલાંગ હોવાથી દોડી ન શકતા ટ્રક-ટેન્કર રૂપી મોત ભરખી જતા ચકચાર મચી હતી અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસાના હઠીપુરા ગામના રમેશભાઈ પાંડોર અને અરવિંદ ભાઈ વાલમભાઇ પગી એક્ટિવા લઈ કામકાજ અર્થે નીકળ્યા હતા ટીંટોઈ નજીક આવેલા લાલપુર ગામ પાસે શૌચક્રિયા માટે ઉભા રહ્યા હતા મોડાસા તરફથી આવતા ટેન્કર ચાલકે ટ્રક-ટેન્કરનું ટાયર ફાટતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી જતા પલ્ટી શૌચક્રિયા કરવા ઉભેલા અરવિંદભાઈ વાલમભાઇ પગીને ટક્કર મારી ઢસડાતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે ટેન્કર પલટાતું જોઈ રમેશભાઈ પાંડોર બાજુમાં ખસી દોડી જતા આબાદ બચાવ થયો હતો શામળાજી પોલીસે રમેશભાઈ પંડોરની ફરિયાદના આધારે ટ્રક-ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.