Western Times News

Gujarati News

ચીને ફરી રહસ્યમય બિમારી ફેલાવતા વિશ્વમાં ભય ફેલાયોઃ દિલ્હીમાં 7 કેસ

પ્રતિકાત્મક

દિલ્હીમાં ન્યુમોનિયાના ૭ કેસ નોંધાતા સરકાર એક્શનમાં -તમામ કેસ સામાન્ય ન્યુમોનિયાના હોવાનો કેન્દ્ર સરકારનો દાવો

નવી દિલ્હી, કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીને ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી ફેલાવીને ફફડાટ ફેલાવ્યો છે. તાજેતરની ઘટના અનુસાર ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના ૭ કેસ હવે દિલ્હી એઆઈઆઈએમએસમાં  (AIIMS- New Delhi) નોંધાતા ભયનો માહોલ સર્જાયો છે.

આ કેસ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા હોવાની માહિતી મળી છે. જ્યારે એઆઈઆઈએમએસએ આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું તો આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાની જાણકારી મળી આવી હતી. એક અહેવાલ અનુસાર કેસની જાણકારી સંક્રમણના શરૂઆતના તબક્કામાં કરાયેલા પીસીઆર રિપોર્ટના માધ્યમથી મેળવી લેવાઈ હતી અને છ કેસની જાણકારી આઈજીએમ એલિસા તપાસના માધ્યમથી મેળવવામાં આવી હતી. જે પછીના તબક્કામાં પણ કરી શકાઈ હોત.

રિપોર્ટ અનુસાર પીસીઆરઅને એલજીએમએલિસા ટેસ્ટનો પોઝીટીવીટી રેટ ૩ અને ૧૬% હતો. તમને જણાવી દઈએ કે દિલ્હી એઈમ્સ માઈક્રોપ્લાઝ્મા ન્યુમોનિયાના પ્રસાર પર નજર રાખવા માટે વૈÂશ્વક સંઘનો એક ભાગ છે. દિલ્હી એઆઈઆઈએમએસના માઇક્રોબાયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને કન્સોર્ટિયમના સભ્ય ડા. રામ ચૌધરીએ જણાવ્યું હતું કે ન્યુમોનિયાને ૧૫-૨૦% કમ્યુનિટી ન્યૂમોનિયાનું કારણ માનવામાં આવે છે.

ડો.ચૌધરીએ જણાવ્યું હતું કે આ વાયરસથી થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને વાકીંગ ન્યુમોનિયા પણ કહેવાય છે. પરંતુ તેના કેસ ગંભીર પણ હોઈ શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે માઈક્રોપ્લાઝમા ન્યુમોનિયાની તપાસ માટે દેખરેખ વધારવાની જરૂર છે. હાલમાં માત્ર એઈમ્સ અને દિલ્હીના કેટલાક અન્ય કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે.

લેન્સેટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે દેશોમાં એમ. ન્યુમોનિયા ફરી ઉભરી આવ્યો છે ત્યાં કેસોની સંખ્યા લગભગ મહામારી પહેલાની સંખ્યા જેટલી છે. સરકારે ભારતમાં ચીનના રહસ્યમય રોગના દર્દીઓ હોવાના દાવાને ખોટા ગણાવ્યા છે. સરકારે ગુરુવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે એઈમ્સ દિલ્હીમાંથી પ્રાપ્ત થયેલા તમામ કેસ સાદા ન્યુમોનિયાના છે.

ચીનના આ રોગ સાથે કોઈ લેવાદેવા નથી. જાન્યુઆરી ૨૦૨૩થી એઈમ્સના માઇક્રોબાયોલોજી વિભાગમાં ૬૧૧ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને તેમાંથી કોઈપણમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા મળી આવ્યો નથી. આરોગ્ય મંત્રાલય આના પર નજર રાખી રહ્યું છે. આ પહેલાં કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો હતો કે એઈમ્સમાંથી ચીનની રહસ્યમય બીમારીના ૭ કેસ નોંધાયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દર્દીઓ ભારતમાં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે જોવા મળ્યા હતા. એટલે કે આ રોગ ચીન પહેલાં ભારતમાં આવ્યો હતો. હકીકતમાં, ચીનમાં પહેલીવાર ઓક્ટોબરમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયાના દર્દીઓ મળવા લાગ્યા. ૨૩ નવેમ્બરના રોજ, ચીની મીડિયાએ પ્રથમ વખત શાળાઓમાં રહસ્યમય રોગ ફેલાવવાની વાત કરી હતમ્‌ અસરગ્રસ્ત બાળકોમાં ફેફસાંમાં બળતરા, ભારે તાવ, ઉધરસ અને શરદી જેવાં લક્ષણો જોવા મળે છે. તે જ સમયે, ભારતીય આરોગ્ય મંત્રાલયે ૧૦ દિવસ પહેલાં આ રોગને લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.